જમ્મુ-કાશ્મીર:બારામુલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના મેજર ઘાયલ

04 September, 2020 12:19 PM IST  |  Baramulla | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ-કાશ્મીર:બારામુલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના મેજર ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણ ચાલતી હોય છે. આજે સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જીલ્લામાં અથડામણ થઈ હતી. જેમાં સેનાના મેજર ઘઅયલ થયા છે અને તેમને સેનાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને ફાયરિંગ ચાલી રહ્યું છે.

ગુપ્તચર એજન્સીને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટનના યદીપોરા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓનના છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાની 29 આરઆર અને સીઆરપીએફે વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો પર ગોળીબારી કર્યો હતો. જેના કાઉન્ટર અટેકમાં સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો. તેમા સેનાના મેજર ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ્યારે આ લખાઈ રહ્યુ છે, ત્યારે પણ ફાયરિંગ ચાલું છે. વધુ માહિતીનિ પ્રતિક્ષા છે.

સેનાના ગાયલ મેજરને સારવાર માટે 92 બેસ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિસ્તારમાં વધુ સુરક્ષાદળોને મોકલવામાં આવ્યા છે. એનકાઉન્ટર હજી ચાલુ છે.

national news jammu and kashmir