જલંધર: ASIને કાર સાથે ઘસડનાર યુવકની ધરપકડ, વીડિયો થયો વાયરલ

02 May, 2020 04:28 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

જલંધર: ASIને કાર સાથે ઘસડનાર યુવકની ધરપકડ, વીડિયો થયો વાયરલ

વિડિયોમાં યુવક બોનેટ પર ASIને ઘસડતો નજરે ચડે છે

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામં આવેલા લૉકડાઉનનું સખતાઈથી પાલન કરવામં આવી રહ્યું છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં લૉકડાઉનનું પાલન કરતા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટનાઓ વારંવાર બનતી જ રહે છે. તાજેતરમાં પંજાબાના જલંધરમાં એક ઘના બની છે. અહીં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરતી એક કારને જ્યારે પંજાબ પોલીસના ASIએ રોકી ત્યારે ચાલકે ગુસ્સામાં આવીને બોનેટ સાથે ASIને ઘસડી લીધા હતા.

જલંધરના મિલ્ક બાર ચૉક પર બનેલી ઘટનામાં નાકા પર પોલીસે એક અર્ટિગા કારને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે યુવકે પોતાની કારના બોનેટ પર ASI મુલ્ખ રાજને ઘસડતો લઈ ગયો હતો. ત્યારે એડિશનલ એસએચઓએ પીછો કરીને યુવકની ધરપકડ કરી હતી. તેમજ ASIને બોનેટ પરથી નીચે ઉતાર્યા હતા. આ વીડિયો સોશ્યલ મિડિયા પર વહુ વાયરલ થયો છે.

અપરાધ કરનાર યુવકની ઉંમર 19 વર્ષ છે. પરંતુ બીજી તરફ યુવક પોતાને સગીર ગણાવે છે. યુવક ઘરની બહાર શા માટે નીકળ્યો, નાકાબંધી પર ગાડી ઊભી રખાવવા છતા કેમ ન ઊભી રાખી, ગાડી શા માટે ભગાવી, વગેરે બાબાતની વધુ તપાસ ચાલી રહી છે.

coronavirus covid19 punjab chandigarh jalandhar