રાજસ્થાન સંકટ : હાઈ કોર્ટના આદેશ પર સ્ટેની સુપ્રીમની ના

24 July, 2020 11:35 AM IST  |  New Delhi | Agencies

રાજસ્થાન સંકટ : હાઈ કોર્ટના આદેશ પર સ્ટેની સુપ્રીમની ના

સુપ્રીમ કોર્ટ

રાજસ્થાન હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સી. પી. જોશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈ કોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈ કોર્ટે ૨૪ જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પહેલાં હાઈ કોર્ટનો ચુકાદો આવી જાય, ત્યાર બાદ સોમવારે આ મામલે સુનાવણી થશે.

રાજસ્થાન વિધાનસભા સ્પીકર તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબલે દલીલ કરી હતી કે હાઈ કોર્ટનો આદેશ રદ કરવામાં આવે. કોઈ નિર્ણય પહેલાં સ્પીકરના મામલે હસ્તક્ષેપ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન જોકે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે અસંતોષને દબાવવાથી લોકતંત્ર ખતમ થઈ જશે. ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને અસહમતીનો અધિકાર છે.

આ અગાઉ વકીલ કપિલ સિબલે રાજસ્થાન વિધાનસભાના સ્પીકરનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે ‘સ્પીકરના આદેશ અગાઉ કોર્ટનો હસ્તક્ષેપ ખોટી વાત છે. કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં ૧૯૯૨ના કિહોટો હોલોહોન કેસમાં બંધારણીય પૅનલે આપેલા ચુકાદાનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે આ ચુકાદા મુજબ અયોગ્યતાના મુદ્દે સ્પીકરનો ચુકાદો આવતાં પહેલાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. અયોગ્ય ઠેરવવાની પ્રક્રિયા પૂરી થયાં પહેલાં કોર્ટમાં દાખલ થયેલી કોઈ પણ અરજી સુનાવણી યોગ્ય નથી.

national news rajasthan supreme court bombay high court kapil sibal