દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરના અકસ્માતમાં જયપુરના ઉદ્યોગપતિએ જીવ ગુમાવ્યો

10 March, 2026 11:44 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

પોલીસે જણાવ્યું હતું કે ‘વલ્લભ મહેશ્વરીનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.`

વલ્લભ મહેશ્વરી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાજસ્થાનના અલવર નજીક કાર-ઍક્સિડન્ટમાં શકુન ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર ૬૨ વર્ષના વલ્લભ મહેશ્વરીનું નિધન થયું હતું. વલ્લભ મહેશ્વરી રવિવારે જયપુરથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 

પોલીસે જણાવ્યું હતું કે ‘વલ્લભ મહેશ્વરીનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પ્રારંભિક તપાસ સૂચવે છે કે કારની ગતિ અથવા ટેક્નિકલ ખામીને કારણે અકસ્માત થયો હોઈ શકે.’

જયપુરના ઉદ્યોગપતિ અને તેમના ડ્રાઇવરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ વલ્લભ મહેશ્વરીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જોકે તેમનો ડ્રાઇવર બચી ગયો છે. મહેશ્વરીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે જયપુર મોકલવામાં આવ્યો છે.

national news india road accident mumbai news delhi news jaipur