પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવ્યો છે, એને જડબાતોડ જવાબ જરૂરીઃએસ. જયશં

16 November, 2019 09:57 AM IST  |  New Delhi

પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવ્યો છે, એને જડબાતોડ જવાબ જરૂરીઃએસ. જયશં

એસ. જયશંકર

વિદેશપ્રધાન એસ. જયશંકરે દિલ્હીમાં રામનાથ ગોએન્કા મેમોરિયલમાં સંબોધન કરતાં કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવી દીધો છે. તેઓ ભારત પર પ્રેશર લાવવા માટે તેમની જમીન પર સતત આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. એનો જવાબ આપવો હવે જરૂરી બની ગયું છે. ૧૯૭૨માં થયેલી શિમલા-સમજૂતીથી માત્ર પાકિસ્તાનમાં વિદ્રોહ અને જમ્મુ-કાશ્મીરમાં સમસ્યા વધી રહી છે.
તેમણે કહ્યું કે ‘પાકિસ્તાન જ્યારે તેમની સીમા પર લગામ લગાવશે એ શરતે જ ભારત એની સાથે વાત કરવા તૈયાર થશે. વિશ્વ મંચ પર એક સમયે ભારતની સ્થિતિ ઘણી સારી હતી, પરંતુ ૧૯૬૨ના યુદ્ધથી એને ઘણું નુકસાન થયું હતું. ત્યાર પછી પાકિસ્તાન સાથે પણ ૧૯૬૫નું યુદ્ધ થયું હતું. આ ભારત માટે ખૂબ ખરાબ સમય હતો. કાર્યક્રમમાં લોકોએ જયશંકરને ચીન, રીજનલ કૉ‌મ્પ્રિહૅન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (આરસીઈપી), અનુચ્છેદ ૩૭૦ અને નૅશનલ રજિસ્ટર સિટિઝન્સ (એનઆરસી) પર સવાલ-જવાબ પણ કર્યા હતા. ભારતે આરસીઈપી સાથે નનહીં જોડાવાના સવાલ વિશે કહ્યું હતું કે ખરાબ સમજૂતી કરવાની જગ્યાએ સારું છે કે કોઈ સમજૂતી ન કરીએ.

pakistan national news