આગામી ૧૦ વર્ષમાં ૭ વૈજ્ઞાનિક મિશન લૉન્ચ થશે:મંગળ પછી શુક્રની તૈયારી શરૂ

19 May, 2019 10:45 AM IST  |  દિલ્હી

આગામી ૧૦ વર્ષમાં ૭ વૈજ્ઞાનિક મિશન લૉન્ચ થશે:મંગળ પછી શુક્રની તૈયારી શરૂ

ભારત છ વર્ષ પહેલાં મંગળ ગ્રહ પર પહોંચ્યા પછી હવે શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને આગામી ૧૦ વર્ષમાં ૭ વૈજ્ઞાનિક મિશન લૉન્ચ કરવાની યોજના બનાવી છે જેમાં ૨૦૨૩માં શુક્ર ગ્રહનું મિશન હાથ ધરવામાં આવશે.

ઇસરોના ચૅરમૅન સિવન શ્રીહરિકોટામાં ૧૦૮ સ્કૂલના વિદ્યાર્થીઓને યુવિકા-૨૦૧૯ના યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ‘ઇસરોને દુનિયાભરમાં સારી પ્રતિક્રિયા મળી છે. ઇસરો ૨૦ કરતાં વધુ પેલોડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.’

તેમણે વધુમાં કહ્યું કે ‘આગામી ૧૦ વર્ષમાં ઇસરો દ્વારા ૭ મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે જેમાં ૨૦૨૦માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ, ૨૦૨૨માં સૂર્યના અભ્યાસ માટે ન્૧, ૨૦૨૨માં મંગળ મિશન-૨, ૨૦૨૪માં ચંદ્રયાન-૩ અને ૨૦૨૮માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે.’

આ પણ વાંચોઃ કલકત્તાનો આ દુકાનદાર ત્રણ દાયકાથી ૨૫ પૈસામાં કચોરી ખવડાવે છે

શુક્ર ગ્રહ અભિયાન વિશે તેમણે જણાવ્યું કે ‘શુક્ર ગ્રહ આકાર, સંરચના અને ઘનત્વની બાબતે સમાન હોવાથી પૃથ્વીની જોડિયા બહેન માનવામાં આવે છે. મિશન શુક્ર ગ્રહમાં એની સપાટી, પેટા સપાટી, વાયુમંડળ, રસાયણ વિજ્ઞાન અને પવનનો અભ્યાસ કરવામાં આવશે.’

national news isro