ઈસરોનું પીએસએલવી-સી૫૧ હવે સેટેલાઈટ 'આનંદ'ને લઈ ઉડશે

18 December, 2020 07:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈસરોનું પીએસએલવી-સી૫૧ હવે સેટેલાઈટ 'આનંદ'ને લઈ ઉડશે

ફાઈલ ફોટો

ઈસરોએ હવે ખાનગી ક્ષેત્રે વિકસાવાયેલા સેટેલાઈટ છોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈસરોનું આગામી લક્ષ હવે ખાનગી ક્ષેત્ર દ્વારા બનાવાયે સેટેલાઈટ 'આનંદ'ને પીઆર પીએસએલવી સી.૫૧ મારફત અવકાશમાં લઈ જશે.

ઈસરોએ ખાનગી ક્ષેત્રના ઉપગ્રહ છોડવા માટે સરકારે મંજૂરી આપ્યાના આઠ માસમા જ આ ઉપગ્રહને અવકાશમાં ઉડાડવા માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે. ઈસરો આગામી ટુંક સમયમાં ખાનગી ક્ષેત્રે વિકસાવેલા સેટેલાઈટ 'આનંદ'ને લઈ અવકાશમાં તરતો મૂકશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના ચેરમેન કે. શિવને ભારતની ક્ષમતાનો દુનિયાને દેખાડવામાટે મોદી સરકારે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી જણાવ્યું હતુ કે આગામી સમયમાં થનાર પીએસએલવી સી.૫૧નું અમારૂ અભિયાન અમરા માટે દેશ માટે બહુ મહત્વનું છે.

સંદેશા વ્યવહારના ઉપગ્રહ સીએલએસ.૧ને લઈ અવકાશમાં ગયેલા પીએસએલવી સી.૫૦ના સફળ ઉડ્ડયન બાદ કે.સીવને સિવન મિશન કંટ્રોલ સેન્ટરનાં વૈજ્ઞાનિકોને સંબોધતા ઉપરોકત વાત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ કે 'આનંદ' ઉપગ્રહ એક સ્ટાર્ટઅપ કંપની પિકસલ ઈન્ડિયાએ તૈયાર કર્યો છે. અને ટુંક સમયમાં અવકાશમાં મોકલાશે આ સાથે જ આંતરીક્ષ સંશોધનમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે અન્ય બે ઉપગ્રહ 'સતીશસેટ' અને 'યુનિટ સેટ' પણ ત્યાર પછીનાં સમયમાં અવકાશમાં મોકલાશે. સતીશ સેટેલાઈટ સ્પેસ કિડઝ ઈન્ડીયાએ બનાવ્યો છે. અને યુનિટ સેટેલાઈટનું નિર્માણ યુનિવર્સિટીઓના સમુહે કર્યું છે.

કેન્દ્રીય પ્રધાનમંડળે આ વર્ષે જૂન માસમાં જ અવકાશ સંશોધન માટે ખાનગી ક્ષેત્રને મંજૂરી આપી છે.ગ્રહોના સંશોધન માટે ચાલતા અભિયાનમાં ખાનગી ક્ષેત્રને પણ ભાગીદાર બનાવવાની મંજૂરી આપી છે.

તેમણે જણાવ્યું કે રોકેટ અને સેટેલાઈટ નિર્માણ કરવા માટેની પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્રને ભાગીદાર બનાવા અને પ્રક્ષેપણ સેવા આપવાની મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય મહત્વનો સાબિત થશે.

isro