ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

19 December, 2018 04:10 PM IST  | 

ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો જીસેટ-7એ સેટેલાઈટ

આ સંચાર સેટેલાઇટ જીસેટ-7એને જીએસએલવી એફ-11 દ્વારા શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે 2250 કિલો વજનનો  જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોને સંચાર ક્ષમતા ઉપલબ્ધ કરાવશે.

 

ઇસરોએ પાંચ ડિસેમ્બરના રોજ યુરોપીય અંતરિક્ષ એજન્સી એરિયાનેસ્પેસના ફ્રેન્ચ ગુઆનાથી સંચાલ સેટેલાઈટ જીસેટ-11ના સફળ પ્રક્ષેપણ પછીથી જ પોતાના 35મા સંચાર સેટેલાઇટ જીસેટ-7એના લોન્ચની જાહેરાત કરી દીધી હતી. 

 

 

આઠ વર્ષનું હશે આ મિશન

ઇસરોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહેલા બંને સંચાર સેટેલાઈટ દેશમાં સંચાર સુવિધાઓ વધુ સારી બનાવશે. તેનો સૌથી વધુ લાભ ઇન્ટરનેટ યુઝર્સને મળશે. 2250 કિલો વજનનો  જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ કરીને વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે. ઇસરોએ મંગળવાર સવારથી જીસેટ-7એના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે, આ સેટેલાઇટ મિશનનો સમયગાળો 8 વર્ષનો રહેશે. 

national news isro