ઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં

01 March, 2021 12:31 PM IST  |  Mumbai | Agencies

ઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન દ્વારા રવિવારે ૧૯ ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રૉકેટ પીએસએલવી-સી૫૧ને રવિવારે સવારે ૧૦.૨૪ મિનિટ પર આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી એક લૉન્ચપૅડના સહારે રવાના કરવામાં આવ્યું છે. આ રૉકેટથી ૬૩૭ કિલોના બ્રાઝિલિયન ઉપગ્રહ અમેઝૉનિયા-૧ સહિત ૧૮ અન્ય સૅટેલાઇટ્સ પણ અંતરીક્ષમાં મોકલાઈ રહ્યાં છે. એમાંથી ૧૩ અમેરિકાનાં છે. આ જ મિશનમાં ઇસરોએ અંતરીક્ષમાં ભગવદ્ગીતા અને વડા પ્રધાન મોદીની તસવીર મોકલી છે.૨૦૨૧માં ભારતનું આ પ્રથમ અંતરીક્ષ અભિયાન ઘણું લાંબું હશે, કારણ કે એને ઊડવાની સમયસીમા ૧ કલાક ૫૫ મિનિટ અને ૭ સેકન્ડની હશે. ભારત તરફથી લૉન્ચ કરવામાં આવેલાં વિદેશી સૅટેલાઇટની કુલ સંખ્યા ૩૪૨ થઈ ગઈ છે.

national news isro