ઈસરોએ અંતરિક્ષમાં મોકલી PM મોદીની તસવીર અને ભગવદ્ ગીત, આ છે કારણ

28 February, 2021 02:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઈસરોએ અંતરિક્ષમાં મોકલી PM મોદીની તસવીર અને ભગવદ્ ગીત, આ છે કારણ

પીએસએલવી-સી51, એમેઝોનીયા-વન લૉન્ચ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો)એ આજે શ્રીહરિકોટાથી પીએસએલવી-સી51 (PSLV- C51) દ્વારા એમેઝોનીયા-વન અને 18 અન્ય ઉપગ્રહોનું લોકાર્પણ કર્યું છે. પીએસએલવી-સી51 (PSLV- C51) રૉકેટ દ્વારા શરૂ કરાયેલા બ્રાઝિલના Amazonia-1માં Amazonia-1 પ્રાઈમરી સેટેલાઈટ છે અને તેની સાથે 18 અનય સેટેલાઈટ્સ પણ છે. અવકાશની દુનિયામાં ઈસરો દરરોજ આગળ વધી રહ્યો છે. એક તરફ જ્યાં આ સ્પેસ મિશન ભારત માટે ખૂબ મહત્વનું રહ્યું, ત્યારે આ લૉન્ચની ખાસ વાત આ પણ રહી છે કે ઈસરોએ આ વખતે પોતાના PSLV- C51 રૉકેટ સાથે પીએમ નરેન્દ્ર મોદીની તસવીર અને ભગવદ્ ગીતા પણ અંતરિક્ષમાં મોકલી છે.

ઈસરોએ પોતાના સતીશ ધવન સેટેલાઈટના ટૉચના પેનલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની તસવીર કોતરી છે. આ પગલું પીએમની આત્મનિર્ભર પહેલ અને ખાનગી કંપનીઓના અંતરિક્ષનો માર્ગ ખોલવાના નિર્ણય સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઈતિહાસમાં પહેલીવાર બનશે કે વડા પ્રધાનની તસવીરને આત્મનિર્ભર મિશન શબ્દોથી અવકાશમાં લેવામાં આવ્યું છે. આ સેટેલાઈટને ઈસરોના માટે સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ વિકસિત કર્યું છે. સ્પેસ કિડ્સ ઈન્ડિયા આ સેટેલાઈટના દ્વારા અંતરિક્ષમાં રેડિએશન પર રિસર્ચ કરશે.

ભગવદ્ ગીતા કેમ મોકલવામાં આવી?

આ સાથે ભગવદ્ ગીતા પણ અવકાશમાં મોકલવામાં આવી છે. ભગવદ્ ગીતાને અંતરિક્ષમાં લઈ જવાનો વિચાર સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ.શ્રીમતિ કેસનન દ્વારા જ આપ્યો છે. તેમના મતે દુનિયાના અન્ય અવકાશ મિશનમાં પણ પોતાની પવિત્ર પુસ્તકો જેમ કે BIBLEને લઈ જવાનો ટ્રેન્ડ છે. ભારતમાં આ ઈતિહાસ બનાવશે કારણકે ભારતમાં આવું કદી થયું નથી.

ભારત તરફથી લૉન્ચ કરવામાં આવેલા વિદેશ સેટેલાઈટની સંખ્યા

વર્ષ 2021માં ભારતનું આ પ્રથમ અવકાશ મિશન પીએસએલવી રૉકેટ માટે ઘણું લાંબુ રહેશે કારણકે એની ઉડાનની સીમ 1 કલાક, 55 મિનિટ અને 7 સેકન્ડની છે. હવે ભારત તરફથી લૉન્ચ કરવામાં આવેલા વિદેશ સેટેલાઈટની કુલ સંખ્યા 342 થઈ ગઈ છે.

national news isro narendra modi