ભારત વેધરની સિસ્ટમનો અભ્યાસ કરનારી સૅટેલાઇટ લૉન્ચ કરનાર બીજો દેશ બન્યો

13 October, 2011 08:56 PM IST  | 

ભારત વેધરની સિસ્ટમનો અભ્યાસ કરનારી સૅટેલાઇટ લૉન્ચ કરનાર બીજો દેશ બન્યો

 

 

૪૪ મીટર ઊંચા અને ૨૩૦ ટનની વજન ધરાવતા પીએસએલવી-સી૧૮એ તામિલનાડુની રાજધાની ચેન્નઈથી ૮૦ કિલોમીટર દૂર આવેલા શ્રીહરિકોટા સ્પેસર્પોટથી ૧૦૪૨.૬૦ કિલોના કુલ વજનવાળા ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા હતા. ફ્રેન્ચ સ્પેસ એજન્સી સેન્ટરે પણ પીએસએલવીની સિદ્ધિને બિરદાવી હતી. મેઘા ટ્રૉપિક્સ વતુર્ળાકાર ભ્રમણકક્ષા અને વિષુવવૃત્તથી ૨૦ ડિગ્રીનો ઢોળાવ ધરાવે છે, જેથી હવામાનનો અભ્યાસ કરી શકાય. આ અગઉ આવી સૅટેલાઇટ અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન) અને જપાન ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ ભ્રમણકક્ષામાં મૂકી છે. ભારત આવી સૅટેલાઇટ મૂકનાર બીજો દેશ છે.

૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બીજું સ્પેસર્પોટ બનાવશે

સૅટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકવાની ફ્રીક્વન્સી વધારવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટનો ફાયદો ઉઠાવવા ભારત ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શ્રીહરિકોટા ઉપરાંત વધુ એક સ્પેસર્પોટ વિકસાવવા વિચારી રહ્યું છે. ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-’૧૭)ના સમયગાળામાં આની ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવશે. અમે અત્યાર સુધી ૨૭ વિદેશી સૅટેલાઇટ લૉન્ચ કરી છે અને વધુ ઇન્ક્વાયરી આવી રહી છે.