PSLV-C49 રોકેટથી રડાર ઇમેજિંગ સેટેલાઈટ લોન્ચ

07 November, 2020 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PSLV-C49 રોકેટથી રડાર ઇમેજિંગ સેટેલાઈટ લોન્ચ

તસવીર સૌજન્યઃ ઈસરોનું ટ્વીટર અકાઉન્ટ

ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને આજે શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઈટ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં ISROનું આ પ્રથમ સેટેલાઈટ લોન્ચિંગ છે. જેમાં PSLV-C49 રોકેટ દેશના રડાર ઇમેજિંગ સેટેલાઇટ EOS01 અને 9 અન્ય વિદેશી સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે.

ખરાબ હવામાનને લીધે આજે ત્રણ વાગીને બે મિનિટની બદલે ત્રણ વાગીને 12 મિનીટે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  EOSO1એ રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકાય તેવી ક્ષમતા છે. EOSO1 દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ હશે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. તેમજ કૃષિ- ફોરેસ્ટ્રી, માટીમાં ભેજને શોધવું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ કરશે.

જો આજનું લોંચિંગ સફળતાપૂર્વક પાર પડે તો ISROનો વિદેશી સેટેલાઈટ મોકલવાનો આંકડો 328 થઈ જશે. ISROનું આ 51મું મિશન છે. ISRO પોતાની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર LIVE ટેલિકાસ્ટ કર્યું છે.

વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.

isro national news