ઇસરોએ ત્રણ સૅટેલાઇટ્સ લૉન્ચ કર્યા

01 July, 2022 10:54 AM IST  |  Sriharikota | Gujarati Mid-day Correspondent

આ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ સિંગાપોરના ત્રણ સૅટેલાઇટ્સ સાથે ઊપડ્યું હતું

ગઈ કાલે શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરમાં ત્રણ સૅટેલાઇટ્સ લૉન્ચ કરવામાં આવ્યા હતા.

ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ ગઈ કાલે પીએસએલવી-સી૫૩ મિશન લૉન્ચ કર્યું હતું. આ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ સિંગાપોરના ત્રણ સૅટેલાઇટ્સ સાથે ઊપડ્યું હતું. ઇસરોના આ પંચાવનમા મિશનને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સાંજે ૬.૦૨ વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું બીજું કમર્શિયલ મિશન છે. પીએસએલવી-સી૫૩ને ડીએસ-ઈઓ સૅટેલાઇટ તેમ જ સિંગાપોરના બીજા બે સૅટેલાઇટ્સને ભ્રમણકક્ષામાં મૂકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ૪૪.૪ મીટર ઊંચું આ લૉન્ચ વેહિકલ ૨૨૮.૪૩૩ ટન વજન સાથે ઊપડ્યું હતું.

national news isro