અડધી રાત્રે ISROએ રચ્યો ઈતિહાસ, 'કલામસેટ'નું સફળ પ્રક્ષેપણ

25 January, 2019 10:40 AM IST  | 

અડધી રાત્રે ISROએ રચ્યો ઈતિહાસ, 'કલામસેટ'નું સફળ પ્રક્ષેપણ

ઈસરોએ લોન્ચ કર્યો વિદ્યાર્થીઓએ બનાવેલો ઉપગ્રહ

ઈસરોએ સેટેલાઈટ PSLV C44નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે PSLV-C44 રોકેટથી બે સેટલાઈટ પ્રક્ષેપિત કરાયા જેમાં DRDOએ બનાવેલો માઈક્રોસેટ આર અને વિદ્યાર્થીઓએ બનાવેલો સેટેલાઈટ kalamsat સામેલ છે.

મોડી રાત્રે 11.37 મિનિટે થયું લૉન્ચ

શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બુધવારે સાંજે 7.37 કલાકે PSLV C44ને લોન્ચ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થયું હતું. ગુરુવારે મોડી રાત્રે 11.37 કલાકે સેટેલાઈટ લોન્ચ કરાયો. PSLVના એક નવા પ્રકારના રોકેટ દ્વારા 700 કિલોગ્રામના બંને ઉપગ્રહ લોન્ચ કરાયા.

 

શું છે કલામસેટ ?

કલામસેટ એક પેલોડ છે, જેને વિદ્યાર્થીઓ અને લોકલ સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ તૈયાર કર્યો છે. PSLVમાં કઠણ અને લિક્વિડ ફ્યુલથી ચાલતા ચાર સ્તરીય રોકેટ એન્જિન લાગેલા છે. તેને PSLV-DL નામ અપાયું છે. PSLV DL એ નવા પ્રકારના રોકેટ PSLV-C44નું પહેલું અભિયાન છે. ઉલ્લેખનીય છે કે કલામસેટનું નામ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામના નામ પરથી રખાયું છે.

આ પણ વાંચોઃ ડિસેમ્બર 2021માં થશે ગગનયાનનું લોન્ચ, ઇસરો પ્રમુખે કહ્યું- તમે પણ જઈ શકશો અંતરિક્ષમાં

લોન્ચિંગની ખાસ વાતો

  1. ઈસરોએ એક એવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે, જે અત્યાર સુધી વિશ્વના એક પણ દેશે નથી કર્યો.
  2. કલામસેટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે, જેના લોન્ચિંગ માટે ઈસરોએ એક રૂપિયો પણ ચાર્જ નથી કર્યો.
  3. પહેલીવાર ઈસરોએ કોઈ ભારતીય ખાનગી સંસ્થાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે.
  4. કલામસેટ વિશ્વનો સૌથી ઓછા વજનવાળો ઉપગ્રહ છે.
  5. કલામસેટનું વજન માત્ર 1.26 કિલોગ્રામ છે, એટલે કે તે એક લાકડાની ખુરશી કરતા પણ હલકો છે.
  6. કલામસેટને સ્પેસ કિડ્સ નામની ખાનગી સંસ્થા અને વિદ્યાર્થીઓએ માત્ર 6 દિવસમાં તૈયાર કર્યો છે.
isro