ઇસરોએ એનએસઆઇએલ નામની કંપની બનાવી, નાના ઉપગ્રહોનું લૉન્ચિંગ કરાશે

29 June, 2019 02:02 PM IST  |  નવી દિલ્હી

ઇસરોએ એનએસઆઇએલ નામની કંપની બનાવી, નાના ઉપગ્રહોનું લૉન્ચિંગ કરાશે

ઈસરો

ઇસરોએ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ના નામથી એક કંપની બનાવી છે. એનું મુખ્ય કામ રિસર્ચ અને ગતિવિધિઓને આગળ વધારવાનું છે. ઇસરો વ્યાવસાયિક રીતે એનો ઉપયોગ કરશે. કેન્દ્રીય રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિશેની માહિતી આપી છે.

રાજ્યપ્રધાને કહ્યું, ‘એનએસઆઇએલ ઇસરો માટે વ્યાવસાયિક રીતે સ્પેસ એજન્સીના રિસર્ચ અને વિકાસનું કામ કરશે. એ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) બનાવશે. એ સાથે જ કંપની સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (એસએસએલવી) દ્વારા ઉપગ્રહને લૉન્ચ પણ કરશે. કંપની ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વધતી જરૂરિયાતોને પૂરી કરવા હાઈ ટેક્નૉલૉજીનું નિર્માણ કરશે.’

એનએસઆઇએલ ઇસરો માટે દેશ અને વિદેશથી ટેક્નૉલૉજી ટ્રાન્સફર અને અન્ય માધ્યમો દ્વારા કમાણી કરશે. કંપની આ વર્ષે ૬ માર્ચના રોજ શરૂ કરવામાં આવી છે. આ કંપનીનો હેતુ ઇસરોની રિસર્ચ અને વિકાસ ગતિવિધિઓનો આંકડાકીય ઉપયોગ કરવાનો છે.

આ પણ વાંચો : અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરોઃ સેના-સરકાર અલર્ટ

એનએસઆઇએલ અંતરિક્ષ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગોને આગળ વધારશે. કંપનીની શરૂઆત ૧૦૦ કરોડની મૂડી સાથે કરવામાં આવી છે. એન્ટ્રિક્સ લિમિટેડ ઇસરોનો એક અન્ય સાર્વજનિક ઉપક્રમ છે જે વાણિજ્યિક શાખા તરીકે કામ કરે છે.

isro national news