૧૯૭૧ના યુદ્ધ વખતે ઇઝરાયલે ભારતને હથિયારો સપ્લાય કર્યા હતાં : પુસ્તકનો દાવો

02 November, 2013 06:28 AM IST  | 

૧૯૭૧ના યુદ્ધ વખતે ઇઝરાયલે ભારતને હથિયારો સપ્લાય કર્યા હતાં : પુસ્તકનો દાવો

અમેરિકાના પત્રકાર ગેરી બૅસના નવા પુસ્તક ‘ધ બ્લડ ટેલિગ્રામ’માં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના મુખ્ય સચિવ પી. એન. હાસકરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાસકરે ભારતને મદદ કરવા માટે ઇઝરાયલના એ વખતના વડા પ્રધાન ગોલ્ડા માયરને અપીલ કરી હતી. બાદમાં ગોલ્ડા માયરે ઇઝરાયલના શસ્ત્ર ઉત્પાદકોને ભારતને હથિયારો સપ્લાય કરવા જણાવ્યું હતું. હાસકર દ્વારા લિખિત દસ્તાવેજો અત્યારે જવાહરલાલ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં સંગ્રહિત છે. અમેરિકી પત્રકારે આ દસ્તાવેજોને આધારે આ દાવા કર્યા હતા.