Coronavirus: ભારતીય રેલ્વેએ ટ્રેનમાં બનાવ્યા 'આઇસોલેશન કોચ'

28 March, 2020 03:38 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus: ભારતીય રેલ્વેએ ટ્રેનમાં બનાવ્યા 'આઇસોલેશન કોચ'

ભારતીય રેલવે

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ભારતીય રેલવે દ્વારા આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે. રોગીઓ માટે બોગીને આઇસોલેશન વૉર્ડમાં પરિવર્તિત કરવા માટે મિડલ બર્થને એક તરફથી હટાવી દેવામાં આવી છે. તો, રોગીની સામેની ત્રણે બર્થ ખસેડી લેવામાં આવી છે. સાથે જ બર્થ પર ચડવા માટેની સીડી પણ ખસેડી લેવામાં આવી છે. આઇસોલેશન કોચ તૈયાર કરવા માટે બાથરૂમ અને અન્ય ક્ષે6ોને પણ સંશોધિત કરવામાં આવ્યા છે. જણાવીએ કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત દરદીઓનો આંકડો 873 પર પહોંચી ગયો છે.

ચીન, ઇટલી અને અમેરિકાની પરિસ્થિતિ જોતાં ભારત સહિત બધાં જ દેશ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી યુદ્ધસ્તરે તૈયારીઓ કરી રહ્યા છે. કંઇ કહી શકાય નહીં કે ક્યારે સ્થિતિ હાથમાંથી નીકળી જાય. એવામાં સરકારે ખરાબથી પણ ખરાબ સ્થિતિ માટે તૈયારી કરી રહી છે. આ કારણ છે કે મોદી સરકારે રેલવે કોતને આઇસોલેશન વૉર્ડમાં ફેરવવાની આવશ્યકતા જણાઇ. જો કે, ભારતમાં હજી કોરોના વાયરસની ઝડપ ધીમી છે. જેનું એક કારણ સરકાર દ્વારા સમયસર લેવામાં આવેલા પગલાં પણ છે, જેમાંથી એક દેશભરમાં લૉકડાઉન પણ સામેલ છે.

અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યાં એક લાખ પાર પહોંચી ગઈ છે. ઇટલીમાં દરરોજ સેંકડો મૃત્યુ થયા છે. તો, વેન્ટિલેટર અને આઇસોલેશન વૉર્ડની પણ ખૂબ જ ઉણપ વર્તાઇ રહી છે. અમેરિકામાં પણ દવાઇઓ અને મેડિકલ ઉપકરણોની અછત વર્તાવા લાગી છે. એવામાં ભારત સરકાર પોતાના તરફથી કોરોના વિરુદ્ધ જંગમાં ઝડપથી તૈયારીઓ કરી રહી છે. જો ભારતમાં પણ પરિસ્થિતિ ખરાબ થશે, તો આઇસોલેશન વૉર્ડ અને અન્ય વસ્તુઓની અછત ન થા. જો કે, ભારતમાં પણ સમય પહેલા કરવામાં આવેલી તૈયૈરીઓને જોઇે નથી લાગતું કે કોરોના વાયરસ અહીં, ઇટલી અનેઅમેરિકા જેવો કહેર વરસાવી શકશે.

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બધી પ્રવાસી ટ્રેન સેવાઓ રદ કરી દેવામાં આવી છે. એવામાં ભારતીય રેલવેએ ટ્રેનની બોગીને આઇસોલેશન વૉર્ડમાં પરિવર્તિત કરી દીધા છે. રેલવે એ કહ્યું કે જરૂર પડવા પર તે આવા ત્રણ લાખ આઇસોલેશન કોચ બનાવી શકે છે.

indian railways national news coronavirus covid19