PAKની કોર્ટનો નિર્ણય, માસિક ધર્મ શરૂ હોય તો કિશોરીનાં લગ્ન કાયદેસર ગણાય

09 February, 2020 08:27 AM IST  |  Islamabad

PAKની કોર્ટનો નિર્ણય, માસિક ધર્મ શરૂ હોય તો કિશોરીનાં લગ્ન કાયદેસર ગણાય

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયની કિશોરી-યુવતીઓનું અપહરણ કરી બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવી નિકાહ કરી દેવાના કૃત્યને ત્યાંના કાયદાએ માન્યતા આપી દીધી છે. પાકિસ્તાનની એક અદાલતે ૧૪ વર્ષની ઇસાઇ કિશોરી, તેનું અપહરણ કરનાર વ્યક્તિ સાથે નિકાહને માન્યતા આપતા કહ્યું કે શરિયા કાયદા મુજબ જો કિશોરીનો માસિક ધર્મ શરૂ થઈ ગયો હોય તો ઓછી ઉંમર હોવા છતાં પણ કિશોરીના લગ્ન માન્ય છે.

૧૪ વર્ષીય ઇસાઇ કિશોરીનું અપહરણ કરી તેને બળજબરીથી ઇસ્લામ સ્વીકારવા અને અપહરણ કરનારા સાથે નિકાહ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. જે પછી પીડિતાનાં માતા-પિતાએ કાયદા સમક્ષ ન્યાય માટે અપીલ કરી હતી. પીડિતાનાં માતા-પિતા મુજબ ગત વર્ષે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તે ૧૪ વર્ષની હતી, ત્યારબાદ તેનું અપહરણ કરનારા મુસ્લિમ કટ્ટરપંથી સાથે બળજબરીથી નિકાહ કરી દેવામાં આવ્યા હતા.

pakistan new delhi islamabad national news