ISISનુ ટ્વિટર હેન્ડલ કરતા મેંહદીની બેંગ્લોરમાંથી ધરપકડ

13 December, 2014 10:03 AM IST  | 

ISISનુ ટ્વિટર હેન્ડલ કરતા મેંહદીની બેંગ્લોરમાંથી ધરપકડ


બેંગ્લોર,તા.13 ડિસેમ્બર


કર્ણાટક પોલીસે જણાવ્યુ હતુ કે મેંહદી મસરૂર વિશ્વાસ આઈએસઆઈ સાથે જોડાયેલા લોકોની મદદ કરતો હોવાની વાત કબૂલી છે.મેંહદી દિવસે ઓફિસમાં કામ કરતો હતો અને રાત્રે આઈએસઆઈએસ માટે ટ્વીટ કરતો હતો.પોલીસે જણાવ્યુ હતુ કે આઈએસઆઈએસ માટે ટિવટર હેન્ડલ કરવાની વાત કબૂલી હતી.મેંહદી પર દેશ વિરૂધ્ધ યુધ્ધ છેડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ અનુસાર મેહદી આઈએસઆઈએસની ભર્તી માટે મદદ કરતો હતો અને તે 2012માં બેંગલોરની એક બહુરાષ્ટ્રીય કંપનીમમાં કામ કરતો હતો.

એક બ્રિટીશ ચેનલના ખુલાસા અનુસાર આઈએસઆઈએસના ટિવટર અકાઉન્ટ એક ભારતીય ઓપરેટ કતો હતો.આ ખુલાસા બાદ ખુફિયા એજંસિઓ ઘણી સતર્ક થઈ ગઈ છે.જાણકારી અનુસાર આ સનસનીખેજ ખુલાસા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.ત્યારબાદ મેહદી મસરૂર વિસ્વાસ નામની વ્યક્તિની આ આરોપ હેઠળ ધરપકડ કરી છે.આ ખુલાસા બાદ ટવિટર પર વિસ્વાસનુ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યુ છે.અકાઉન્ટ પર 17 હજારથી વધુ ફોલોવર્સ હતા.જેને દર મહિને 20 લાખ લોકો જોતા હતા.