ઝડપાયેલા ISISના આતંકવાદીઓનો ખુલાસો:હિન્દુ નેતાઓની હત્યાનો ટાર્ગેટ મળ્યો

12 January, 2020 04:12 PM IST  |  Mumbai Desk

ઝડપાયેલા ISISના આતંકવાદીઓનો ખુલાસો:હિન્દુ નેતાઓની હત્યાનો ટાર્ગેટ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં ઝડપાયેલા આઇએસઆઇએસનાં ત્રણ સંદિગ્ધ આતંકીઓએ મોટો ખુલાસો કર્યો છે. આ લોકોની પૂછપરછ દરમ્યાન ઝફર નામના એક આતંકીએ ગુપ્તચર એજન્સીને જણાવ્યું છે કે તેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતા. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મોટા નેતાઓની જાણકારી તેમણે શહેરની દીવાલો પર લાગેલા પોસ્ટરો પરથી લેવાની હતી. જે બાદ આખા પ્લાનિંગની સાથે તેમની ઉપર હુમલો કરવાનો હતો. તેમણે એ પણ જણાવ્યું કે તેમણે સેના અને પોલીસના ભરતી કૅમ્પનની રેકી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ લોકોના હેન્ડલરે તેમને જણાવ્યું હતું કે વર્દી પહેરેલા મોટા અધિકારીઓ દેખાય તો તેમની હત્યા કરી દેવાની.

ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પ્રમાણે આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી. આ ઉપરાંત આરએસએસના મોટા નેતા પણ તેમના નિશાના પર હતા. અધિકારીઓનું કહેવું છે કે ઝડપાયેલા આઇએસઆઇએસ આતંકવાદીઓની ઉત્તર પ્રદેશમાં પણ મોટા હુમલાઓ કરવાનું ષડયંત્ર હતું. ઉત્તર પ્રદેશ એટીએસ હવે દિલ્હી એટીએસના સંપર્કમાં છે. તેઓ અમને પોતાના કબજામાં લઈને પૂછપરછની તૈયારીમાં છે. આ દરમ્યાન પૂછપરછમાં અે પણ ખુલાસો કર્યો કે આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે એવી એપનો ઉપયોગ કરતા હતા કે કમ્યુનિકેશન પૂરું થતાંની સાથે જ ટેક્સટ પોતાની જાતે જ ડિલિટ થઈ જાય

isis terror attack