મર્યાદિત માત્રામાં ડ્રગ્સ રાખવું અપરાધ નહીં, લોકસભામાં બિલ રજૂ, જાણો વધુ 

06 December, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ 2021 ને બદલવા માટે સરકાર સોમવારે લોકસભા (Loksabha)માં એક બિલ રજૂ કરશે.

ફાઈલ ફોટો

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ 2021 ને બદલવા માટે સરકાર સોમવારે લોકસભા (Loksabha)માં એક બિલ રજૂ કરશે. આ ઉપરાંત લોકસભામાં બે બિલ પણ પસાર થવાની સંભાવના છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુધારા) બિલ, 2021 અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (સેલેરી અને કન્ડિશન્સ ઑફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ 2021, જે ગત અઠવાડિયે ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985માં સંશોધન કરવા માટે બિલને આગળ વધારશે. લોકસભામાં રજૂ કરવામાં આવનાર આ બિલનો હેતુ વ્યક્તિગત વપરાશ માટે મર્યાદિત માત્રામાં ડ્રગ્સને અપરાધના દાયરાની બહાર રાખવાનો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ના મુસદ્દાની ભૂલને સુધારવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા ગયા અઠવાડિયે લોકસભામાં રજૂ કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ, 2021, પસાર થવાની સંભાવના છે. કાયદા પ્રધાન કિરેન રિજિજુ દ્વારા ગયા અઠવાડિયે રજૂ કરવામાં આવેલ `ધ જજીસ ઑફ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ (સેલેરી અને કન્ડિશન્સ ઑફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ, 2021` બીજું મહત્ત્વનું બિલ પણ લોકસભામાં પસાર થવાની શક્યતા છે. લોકસભાના મહાસચિવ ગયા અઠવાડિયે ઉપલા ગૃહ દ્વારા પસાર કરાયેલ ડેમ સેફ્ટી બિલ, 2021 અંગે રાજ્યસભાના સંદેશની જાણ કરશે.

સીતારામણ નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ (2021-22) માટે અનુદાનની માંગણી પર નાણા પરની સ્થાયી સમિતિના 26મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ વિશે પણ નિવેદન આપશે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી, સુભાષ સરકાર અનુદાન (2021-22)ની માંગણીઓ પર શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત પરની સ્થાયી સમિતિના 329મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપશે. 

 

 

national news Lok Sabha