IRCTC New Website: હવે એક મિનિટમાં બુક થશે 10,000 રેલવે ટિકિટ, જાણો વધુ

31 December, 2020 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

IRCTC New Website: હવે એક મિનિટમાં બુક થશે 10,000 રેલવે ટિકિટ, જાણો વધુ

પ્રતીકાત્મક તસવીર

ટ્રેન પ્રવાસીઓને ઑનલાઇન ટિકિટ બુકિંગમાં હવે મુશ્કેલી નહીં થાય. હવે એક મિનિટમાં એક સાથે દસ હજાર રેલવે ટિકિટની બુકિંગ થઇ શકશે. હાલ એક મિનિટમાં 7500 ટિકિટ બુકિંગ થાય છે. કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ આઇઆરસીટીસીની નવી વેબસાઇટ ગુરુવારે લૉન્ચ કરી. રેલવે અધિકારીઓ પ્રમાણે, આઇઆરસીટીસીની વેબસાઇટ અપગ્રેડ થયા પછી ટિકિટ બુકિંગની સ્પીડ વધી જશે અને પ્રવાસી પહેલાની તુલનામાં વધારે ઝડપથી ટિકિટ બુકિંગ કરી શકશો. સાથે જ આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી ખાવા-પીવા સહિત અન્ય સુવિધાઓ જોડાઇ જશે.

આઇઆરસીટીસી(IRCTC)ની નવી વેબસાઇટનું કોઇ જૂદું ડોમેન નથી, પણ જો તમે જૂના ડોમેન એટલે કે www.irctc.co.in પર લૉગઈન કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો આઇઆરસીટીસીની વેબસાઇટને કેટલાક નવા ફીચર્સ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. નવી વેબસાઇટને નેક્સ્ટ જનરેશન નામ આપવામાં આવ્યું છે. IRCTCની નવી વેબસાઇટને લઈને દાવો છે કે તત્કાળ ટિકિટની બુકિંગ દરમિયાન છેલ્લી ઘડીએ વેબસાઇટ હેન્ગ નહીં થાય. આ સિવાય એ પણ દાવો કર્યો છે કે એક મિનિટમાં 10,000 ટિકિટની બુકિંગ કરી શકાશે. છ કરોડ યૂઝર્સ વેબસાઇટ પર રજિસ્ટર્ડ છે. હવે એક સાતે 5,00,000 લોકો લૉગઇન કરી શકશે, પહેલા આ સંખ્યા 40,000 હતી. નવી વેબસાઇટ એક જાન્યુઆરી 2021થી લાઇવ થઈ જશે.

IRCTCની નવી વેબસાઇટમાં શું છે ખાસ?
જણાવવાનું કે, વેબસાઇટનું ઇન્ટરફેસ સંપૂર્ણરીતે બદલાઇ ગયું છે. આ સિવાય ફૉન્ટ વગેરેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જૂની સાઇટના હોમ પેજ પર જ્યાં Book Your Ticket લખેલું હતું, ત્યાં હવે નવી વેબસાઇટ પર Book Ticket મોટા અક્ષરોમાં લખેલું જોવા મળશે. Book Ticketની ઉપર પીએનઆર સ્ટેટર અને ચાર્ટ વિશે માહિતી મળી જશે. નવી વેબસાઇટ પર લૉગઇન પહેલા જ તમને જનરલ કે તત્કાલના વિકલ્પની પસંદગી કરવાની સાથે શ્રેણી ક્લાસની પસંદગીનું પણ ઑપ્શન મળી જશે.

ત્યાર પછી મોટો ફેરફાર જે થયા છે તે પહેલા માસ્ટર લિસ્ટ (પહેલા સેવ કરવામાં આવેલા પેસેન્જરની લિસ્ટ)થી પેસેન્જરની ડિટેલની પસંદગી કરવી પડતી હતી, જ્યારે હવે જાતે જ માસ્ટર લિસ્ટ તમારી સામે સર્ચ રિઝલ્ટની જેમ આવી જશે જેમાંથી તમે પેસેન્જરની પસંદગી કરી શકશો. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે પેસેન્જરની ડિટેલ ભરવામાં જે સમય જતો હતો તે બચી જશે અને તમે ઝડપથી ટિકિટ બુક કરી શકશો. આ સિવાય તમે નવી વેબસાઇટ દ્વારા કોઇક સ્ટેશન પર રૂમની બુકિંગ ટિકિટ સાથે જ કરી શકશો. નવી વેબસાઇટને ઘણી ઝડપી બનાવવામાં આવી છે જેનો અનુભવ તમે જાતે લૉગઇન કરીને કરી શકો છો.

83 ટકા રેલવે ટિકિટની બુકિંગ ઑનલાઇન
માહિતી માટે જણાવવાનું કે હાલ લગભગ 83 ટકા રેલવે ટિકિટોની બુકિંગ આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી થઈ રહી છે, પણ સરકારનો પ્રયત્ન છે કે આથી 100 ટકા કરવામાં આવે. આ કારણે તે આઇઆરસીટીસીની વેબસાઇટના અપગ્રેડેશનને લઈને સતત કામ થઈ રહ્યું છે. નવી વેબસાઇટ આ પ્રયત્નનો એક ભાગ છે.

national news irctc indian railways