જાણો, ટ્રેનની ટિકિટ કેન્સલ કરશો તો કેટલા નાણા પરત મળશે

03 March, 2019 02:31 PM IST  | 

જાણો, ટ્રેનની ટિકિટ કેન્સલ કરશો તો કેટલા નાણા પરત મળશે

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) તરફથી બુક કરવામાં આવેલી કન્ફર્મ ટિકિટને જો ચાર્ટ તૈયાર થવા પહેલા કેન્સલ કરવામાં આવે છે તો એના પૂરા રિફન્ડ મળી જશે. નિયમ અનુસાર ટિકિટ કેન્સલ કરવાના રિફન્ડ 3થી 5 દિવસના અંદર ચિકિટ બુક કરાવનારાના ખાતામાં મોકલવામાં આવે છે.

તત્કાલ ટિકિટ બુકિંગનો અર્થ એ હોય છે કે તમે અચાનક યાત્રાની યોજના બનાવી છે અને જલ્દીમાં ટિકિટ બુક કરવી છે. આઈઆરસીટીસી મુજબ ફર્સ્ટ એસીને છોડીને રેલવે દરેક શ્રેણી માટે તત્કાલ ટિકિટ બુક કરવાની અનુમતિ હોય છે. એસી શ્રેણીમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે સવારે 10 વાગ્યે વિન્ડો ઓપન થાય છે અને નૉન એસી શ્રેણી માટે 11 વાગ્યે વિન્ડો ઓપન થાય છે.

જો ટ્રેનના શરૂ થવાના 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરે તો મળનારો રિફન્ડ ઓછો રહેશે...

એસી ફર્સ્ટ ક્લાસ 240 રૂપિયા
એસી 2 ટિઅર/ફર્સ્ટ ક્લાસ 200 રૂપિયા
એસી 3 ટિઅર/એસી ચેર કાર/એસી 3 ઈકોનૉમી 180 રૂપિયા
સ્લીપર ક્લાસ 120 રૂપિયા
સેકન્ડ ક્લાસ 60 રૂપિયા

આ પણ વાંચો : મોદી સરકાર પાકિસ્તાનમાં હવાઇ હુમલાના પુરાવા આપે : દિગ્વિજય સિંહ

જો ટ્રેનના ખુ્લાયના 48 કલાકથી 12 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 25 ટકા ભાડું કપાઈ જાય છે. 12થી 4 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ પર 50 ટકા ભાડું કાપવામાં આવે છે.

indian railways western railway irctc national news