સુપ્રીમ કોર્ટે IPL સ્પૉટ ફિક્સિંગમાં સંડોવાયેલા લોકોના નામ જાહેર કર્યા

14 November, 2014 09:37 AM IST  | 

સુપ્રીમ કોર્ટે IPL સ્પૉટ ફિક્સિંગમાં સંડોવાયેલા લોકોના નામ જાહેર કર્યા




નવી દિલ્હી : તા. 14 નવેમ્બર

આઈપીએલ સ્પૉટ ફિક્સિંગ મામલે સુનાવણી હાથ ધરતા દેશની વડી અદાલતે ખુલાસો કર્યો હતો કે મુગદલ સમિતિએ પોતાની તપાસમાં કુલ 13 લોકો વિરૂદ્ધ તપાસ કરી હતી જેમાં આઈપીએલના સીઈઓ સુંદર રમણ, ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની, ઓવેશ શાહ, આઈપીએલ ટીમ રાજસ્થાન રૉયલ્સના માલિક રાજ કુંન્દ્દાનો સમાવેશ થાય છે.

મુગદલ સમિતિના રિપોર્ટમાં બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસન અને તેમના જમાઈ ગુરુનાથ મયપ્પનનું નામ પણ સામેલ છે. જો કે શ્રીનિવાસન અને મયપ્પનના નામ તો પહેલા જ જાહેર કરવામાં આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 24મી નવેમ્બરના રોજ હાથ ધરશે.