કોરોના કરતા આઇપીએલની વધુ સર્ચ

10 December, 2020 03:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના કરતા આઇપીએલની વધુ સર્ચ

પ્રતીકાત્મક તસવીર

ભારતના લોકોનો ક્રિકેટપ્રેમ ફરી એક વાર પુરવાર થયો છે. આખા વર્ષ દરમ્યાન ગૂગલ ઇન્ડિયા સર્ચમાં કોરોના વાઇરસ ટોચ પર રહ્યા બાદ આઇપીએલ શરૂ થતાં જ ૨૦૨૦માં સૌથી વધુ સર્ચ કરાતા ટૉપિકમાં આઇપીએલ ટોચના સ્થાને રહ્યો હોવાની ગઈ કાલે કરાયેલી જાહેરાતમાં જણાવાયું હતું.

ગયા વર્ષે ગૂગલ સર્ચમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, આઇપીએલ ટૉપ પર રહ્યું હતું, ત્યાર બાદના ક્રમે કોરોના વાઇરસ, અમેરિકી ચૂંટણી, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન સ્કીમ), બિહાર ચૂંટણી પરિણામ અને દિલ્હી ચૂંટણીનાં પરિણામ ટોચ પર રહ્યાં હતાં.

કોવિડ-19ની મહામારીને કારણે ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન આઇપીએલની ૧૩મી સીઝન યુએઇમાં યોજાઈ હતી. આ સીઝન માટે દર્શકોની વ્યુઅરશિપમાં વિક્રમી ૨૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

આ યાદીમાં જણાવાયું હતું કે ભારતીયો દ્વારા સર્ચ કરાયેલા અન્ય મુદ્દાઓમાં નિર્ભયા કેસ, લૉકડાઉન, ભારત-ચીન અથડામણ અને રામ મંદિર ટોચ પર રહ્યા હતા. ચૅમ્પિયન લીગ, ઇંગ્લિશ પ્રીમિયર લીગ, ફ્રેન્ચ ઓપન અને લા લિગા વિશે પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

national news google indian premier league ipl 2020 coronavirus covid19