INX Media Case: પૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમની EDમાં પૂછપરછ ચાલુ

08 February, 2019 02:00 PM IST  | 

INX Media Case: પૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમની EDમાં પૂછપરછ ચાલુ

ચિંદંબરમની EDમાં થઈ રહી છે પૂછપરછ

INX મીડિયા સાથે જોડાયેસા કેસમાં પી. ચિદંબરમની ઈડીમાં પૂછપરછ થઈ રહી છે. ચિદંબરમ પર આરોપ છે કે નાણામંત્રીના પદ પર રહેતા તેમણે INX મીડિયા ગ્રુપને વિદેશમાંથી રકમ મેળવવા માટે જે મંજૂરી આપી હતી તેમાં ગરબડ થઈ છે. સાથે જ ચિદંબરમના દીકરા કાર્તિ પર પણ આ મામલામાં લાંચ લેવાનો આરોપ છે. આ પહેલા ગુરુવારે આ મામલામાં કાર્તિની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બીજા દિવસે 2 કલાક થઈ વાડ્રાની પૂછપરછ, લંચ બાદ ફરી થશે કાર્યવાહી

નાણાંમંત્રીના રૂપમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે FIPBના બે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. INX મીડિયાના મામલામાં સીબીઆઈએ 15 મે, 2017ના પ્રાથમિક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચિદંબરમના કાર્યકાળ દરમિયાન 2007માં 305 કરોડની વિદેશ ધનરાશિ પ્રાપ્ત કરવા માટે મીડિયા સમૂહને આપવામાં આવેલી FIPBની મંજૂરીમાં અનિયમિતતા થઈ. જે બાદ ઈડીએ ગયા વર્ષે આ મામલે મની લોન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો હતો.

p chidambaram