ઍન્ટિ-ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’ યુદ્ધના કાફલામાં સામેલ

28 June, 2020 03:13 PM IST  |  Mumbai Desk | Agencies

ઍન્ટિ-ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’ યુદ્ધના કાફલામાં સામેલ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય નૌસેના દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે એણે સ્વદેશ નિર્મિત અદ્યતન ઍન્ટિ-ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’ને પોતાના કાફલામાં સામેલ કરી છે જે આગળના મોરચાનાં તમામ યુદ્ધ જહાજ પરથી તાકી શકાશે. આ મિસાઇલ સિસ્ટમ કોઈ પણ જાતના ટોર્પિડો હુમલાને નિષ્ફળ બનાવવામાં નૌસેનાની મદદ કરશે. 

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત ‘મારીચ’ પ્રણાલી હુમલો કરનાર ટોર્પિડોને ઓળખીને તેને ભ્રમિત કરવા અને નષ્ટ કરવા સક્ષમ છે. નૌસેનાએ જણાવ્યું કે નિર્દિષ્ટ નૌસેન્ય મંચ પર લગાવવામાં આવેલા આ પ્રણાલીના મૉડલે તમામ પ્રાયોગિક મૂલ્યાંકન પરીક્ષણ સફળતાપૂર્વક પાર કર્યું હતું અને નૌસૈન્ય સ્ટાફ માપદંડ આવશ્યકતાઓને અનુરૂપ તમામ વિશેષતાં પ્રદર્શનો પર તે ખરી ઊતરી હતી.

નૌસેનાના કહેવા પ્રમાણે ‘મારીચ’ને સામેલ કરવામાં આવે એ સ્વદેશી સંરક્ષણ તક્નિકના વિકાસની દિશામાં નૌસેના અને ડીઆરડીઓના સંયુક્ત સંકલ્પનું સાક્ષી છે તથા સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અને દેશના તક્નિક ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના સંકલ્પની દિશામાં એક મોટું પગલું છે.

national news national news