‘અગ્નિપથ’ આંદોલન: ઇન્ટરનેટ સર્વિસ બંધ કરાતાં ગંગાના શરણે પહોંચ્યા યુવાનો

20 June, 2022 08:52 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

બક્સરમાં યુવાનો ગંગાના ઘાટ પર ઉત્તર પ્રદેશના નેટવર્કનો લાભ મેળવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અગ્નિપથ ભરતી યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં થયો છે. અહીં સ્થિતિ કન્ટ્રોલમાં લાવવા માટે રાજ્યના ૧૫ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
જોકે બક્સરમાં યુવાનોએ ગજબ રીત શોધી છે, જેના કારણે ઇન્ટરનેટ સર્વિસ બંધ હોવા છતાં પણ તેઓ ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. વાસ્તવમાં બક્સર જિલ્લામાં સાંજના સમયે ગંગાના ઘાટ પર યુવાનો મોટી સંખ્યામાં આવ્યા તો ત્યાં પંડિતો અને લોકોને લાગ્યું કે હાથમાં પુસ્તકો અને પેપર લઈને આવેલા આ યુવાનો કદાચ કોઈ પરીક્ષાની તૈયારી કરવા માટે ત્યાં ગયા હતા કે પછી સાંજે અમસ્તા ફરવા નીકળ્યા હશે.

જોકે વાસ્તવમાં આ યુવાનો ગંગાના ઘાટ પર ઉત્તર પ્રદેશના નેટવર્કનો લાભ મેળવી રહ્યા છે.

ઘાટ પર બેસેલા યંગસ્ટર્સ ઉત્તર પ્રદેશના નેટવર્કની મદદથી ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ તેમના રોજિંદા કામ આ રીતે જ પૂરા કરે છે.

national news bihar