International Yoga Day:વિશ્વમાં `માનવતા માટે યોગ` PMએ 15000 લોકો સાથે કર્યા યોગા

21 June, 2022 03:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, સીએમ બસવરાજ બોમ્મઈ સહિત અન્ય ગણમાન્ય પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં લોકો સૂર્યોદય થતાં જ યોગ સાથે જોડાતા જાય છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસરે દેશના જુદા-જુદા ભાગમાં લોકોએ સવારે-સવારે યોગ દ્વારા સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદી આજે 8મા આંતરરાષ્ટ્રી યોગ દિવસ કર્ણાટકના મૈસૂર પેલેસ મેદાન પહોંચ્યા. આ દરમિયાન તેમણે ત્યાં હાજર 15000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો. પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, સીએમ બસવરાજ બોમ્મઈ સહિત અન્ય ગણમાન્ય પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં લોકો સૂર્યોદય થતાં જ યોગ સાથે જોડાતા જાય છે. આપણો દિવસ યોગ સાથે શરૂ થાય, એનાથી વધું સારું શું હોઈ શકે. આપણે યોગ સાથે જોડાયેલી અનંત શક્યતાઓ સાકાર કરે.

પીએમ મોદીએ કહ્યું, "ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગ-ઉર્જાને સદીઓથી પોષી છે, આજે આ યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપે છે. આજે યોગ વૈશ્વિક સહયોગનો પારસ્પરિક આધાર બને છે. આજે યોગ માનવ માત્રનો નિરોગી જીવનનો વિશ્વાસ આપે છે."

કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, દ્વીપ, મહાદ્વીપની સીમાઓ પર યોગ દિવસનો ઉત્સાહ હવે એક વૈશ્વિક પર્વ બની ગયો છે. તેમણે કહ્યું કે યોગ કોઇક વ્યક્તિ માટે નહીં સંપૂર્ણ માનવતા માટે છે. તેમણે કહ્યું કે, "યોગ આપણી માટે ફર્ત જીવનનો ભાગ નહીં પણ જીવન જીવવાની રીત બને છે."

જણાવવાનું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ નોએડા સ્ટેડિયમમાં યોગ દિવસના ઉપલક્ષ્યમાં યોગ કર્યા. તો ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતનમાં યોગાભ્યાસ કર્યો. જણાવવાનું કે આજે એટલે કે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ `માનવતા માટે યોગ`ની થીમ હેઠળ ઉજવવામાં આવે છે.

national news narendra modi yoga international yoga day