Women's Day 2019: જાણો ભારતીય નૌસેનાની મહિલા ટીમ 'તારિણી'ની નારી શક્તિ

08 March, 2019 03:44 PM IST  | 

Women's Day 2019: જાણો ભારતીય નૌસેનાની મહિલા ટીમ 'તારિણી'ની નારી શક્તિ

ભારતીય નૌસેનાની મહિલા ટીમ 'તારિણી'

આજની તારીખમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. કોઈ એવુ ક્ષેત્ર નહીં જેમા મહિલાઓ આગળ નહીં હોય. એક સમય એવો હતો જ્યારે મહિલાઓ ફક્ત ઘર સુધી સીમિત હતી, પણ હવે એવો સમય આવ્યો જ્યારે મહિલાઓને સ્વતંત્રતા તો મળી પણ કેટલાક ક્ષેત્રોમાં તેમની મર્યાદાને આગળ રાખવામાં આવ્યા. આજે અમે એવી એક ટીમ વિશે જણાવશું જેમણે સમુદ્રના રસ્તા પર પૂરી દુનમિયાની પરિક્રમા કરી. ભારતીય નૌસેનાની 6 મહિલા ટીમે એક જહાજમાં 8 મહિના રહી અને દિવસ રાત લહેરોથી લડીને સાત સમુદ્ર પાર કર્યું. ઘણી રોચક અને અદ્ભુત છે એમની વાર્તા.

તારિણી ટીમ સંગ નિર્મલા સીતારામન

INSV તારિણી જહાજમાં સવાર આ ટીમે 10 સપ્ટેમ્બર 2017એ ગોવાથી પોતાની ઐતિહાસિક યાત્રા શરૂ કરી હતી. આ યાત્રાને રક્ષા મંત્રી નિર્મલા સીતારામને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. જહાજ નેતૃત્વ લેફ્ટિનેન્ટ કામન્ડર વર્તિકા જોશીએ કરી. એના અન્ય સભ્યોમાં લેફ્ટિનેન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, લેફ્ટિનેન્ટ કમાન્ડર સ્વાથી પી, લેફ્ટિનેન્ટ વિજયાદેવી, લેફ્ટિનેન્ટ ઐશ્વર્યા બોડાપટ્ટી અને લેફ્ટિનેન્ટ પાયલ ગુપ્તા સામેલ હતી. તારિણીની ટીમ સમુદ્રી પ્રદૂષણના આંકડાઓને એકત્ર અને હવામાનની સારી ભવિષ્યવાણી માટે દરિયાઇ તરંગોનો ડેટા એકત્રિત કરવા માટે આ મિશન પર આવી હતી. આ યાત્રા દરમિયાન ટીમે સમુદ્રી મોજાના ઘણા વિલક્ષણ ચહેરાઓ પણ જોયા. INSV તારિણીએ સમુદ્ર રસ્તે 21,600 નોટિકલ માઇલનો સફર પૂરો કર્યો.

આ પૂરા વિશ્વની પહેલી એવી જળ યાત્રા છે, જેમાં ક્રૂ સહિતના તમામ સભ્યો મહિલાઓ હતી. આ અભિયાન દરમિયાન કુલ પાંચ બંદરો પર આરામ કર્યો હતો, જેમાં ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ફૉકલેન્ડ, આઈલેન્ડ, સાઉથ આફ્રીકા અને મૉરિશ્યસ હતી.

વતન વાપસી બાદ તારિણીની ટીમે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના સફર દરમિયાન આવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય. તારિણીની ટીમને યાત્રા દરમિયાન ઘણી મુસીબતોનો સમનો કરવો પડ્યો. પ્રશાંત મહાસાગરમાં લગભગ 6 મીટર ઊંચા મોજા અને 60 નૉટ્સની હવાનો સામનો કરવો પડ્યો. પણ ભારતીય નૌસેનાની આ 6 બહાદુર મહિલા ઑફિસરે હાર નહીં માની અને પોતાના મિશનને પૂરૂ કરી પોતાના વતન પાછી ફરી. આ વુમેન્સ ડે પર સલામ છે એવી નારી શક્તિને.

indian navy