174 ભારતીયોએ ટ્રમ્પની H-1B વિઝા નિષેધની નીતિ સામે કેસ કર્યો

17 July, 2020 11:48 AM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

174 ભારતીયોએ ટ્રમ્પની H-1B વિઝા નિષેધની નીતિ સામે કેસ કર્યો

ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં રહેતા 174 ભારતીયોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની H-1B વિઝા પોલીસી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. કોલંબિયાની એક કોર્ટમાં કરાયેલા કેસ અનુસાર, H-1Bના આ નિયમને પગલે પરિવારો તુટી જશે. ઘણાં ભારતીયો જે અમેરિકાથી ભારત આવ્યા હતા તેમનો વિઝા ફ્રિઝ થઇ ગયો છે અને તેમનાં પરિવારો ચિંતામાં છે. કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે બુધવારે આ મામલામાં જવાબ આપવા માટે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને કાર્યવાહક હોમલેન્ડ સિક્યોરિટી ચીફ ઉપરાંત લેબર સેક્રેટરીને સમન્સ આપ્યાં છે. 174 ભારતીયો તરફથી આ કેસમાં જે વિગતો છે તે અનુસાર H-1B અને H-4 વિઝા પર પ્રતિબંધ મુકવાથી અમેરિકાનાં અર્થતંત્રને જ ધક્કો પહોંચવાનો છે.આ પ્રતિબંધને અટકાવવાની માગ આ કેસમાં કરાઇ છે.

આ પણ વાંચો ભારતીયોના સપના પર ટ્રમ્પે લગાવી રોક, વર્ષના અંત સુધી H1-B વિઝા પર પ્રતિબંધ

  

ટ્રમ્પના આદેશનો વિરોધ 

22 જૂને ટ્રમ્પે H-1B વિઝા આપવા માટે આગામી એક વર્ષ સુધી પ્રતિબંધ જાહેર કરી દીધો. તેમના મતે આમ કરવાથી અમેરિકન્સને રોજગારીની તક વધુ મળી શકશે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં ફેબ્રુઆરીથી મે મહિના વચ્ચે બેરોજગારી ચાર ગણી વધી ગઈ છે. જેના કારણે તેમને આવા કઠોર પગલા લેવા પડી રહ્યા છે.

H-1B વિઝા એટલે શું?


H-1B  વિઝા નોન ઈમીગ્રેન્ટ વિઝા છે. અમેરિકન કંપની અન્ય દેશના ટેક્નિકલ એક્સપર્ટને નોકરી આપે છે અને પછી તે આ કર્મચારી માટે H-1B  વિઝા માંગે છે. મોટાભાગના કર્મચારી ભારત અથવા ચીનના હોય છે. જો કોઈ H-1B વિઝાધારકની કંપની તેની સાથે કોન્ટ્રાક્ટ ખતમ કરી લે, તો વિઝા સ્ટેટસ જાળવી રાખવા માટે તેને 60 દિનસમાં નવી કંપનીમાં નોકરી મેળવવી પડે છે. ભારતીય IT વર્કર્સ આ 60 દિવસના સમયગાળાને વધારીને 180 દિવસ કરવાની માંગ કરી રહ્યા છે. US સિટિઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસેજ(USCIS)ના અનુસાર, H-1B વિઝાથી સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને જ થાય છે.

ગૂગલ, ટેસ્લા, માઇક્રોસોફ્ટને જોઇએ છે ભારતીયો

H-1B વિઝા અંગે અમેરિકન સરકારના નિર્ણય અંગે ગૂગલના CEO સુંદર પિછાઈએ કહ્યું હતું કે, પ્રવાસીઓએ અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી, દેશને ટેકનીકમાં અવ્વલ બનાવ્યો. આ જ લોકોના કારણે ગૂગલ આ સ્થાને પહોંચ્યું છે. અમે આ લોકોનું સમર્થન કરતા રહીશું. આટલું જ નહીં પણ ટેસ્લાના CEO એલન મસ્ક અને માઈક્રોસોફ્ટના પ્રેસિડન્ટ બ્રેડ સ્મિથે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. મસ્કે કહ્યું હતું કે, આ દેશને વર્લ્ડ ટેલેન્ટથી અલગ કરવાનો સમય નથી. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું હતું કે, ટ્રમ્પના આ આદેશથી સારા લોકો અમેરિકાથી બહાર જતા રહેશે, જે આપણે માટે જરૂરી છે, અને આ ખોટું થઇ રહ્યું છે.

donald trump international news united states of america