જીએસટી ચુકવણીમાં વિલંબ બદલ સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવામાં આવશે

27 August, 2020 02:42 PM IST  |  Mumbai | Agencies

જીએસટી ચુકવણીમાં વિલંબ બદલ સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

 જીએસટીની ચુકવણીમાં વિલંબ સામે પહેલી સપ્ટેમ્બરથી કુલ કરપાત્ર રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે એમ સરકારે જણાવ્યું હતું.
ઉદ્યોગોએ આ વર્ષની શરૂઆતમાં જીએસટી ચુકવણી પર વિલંબિત વ્યાજની લગભગ ૪૬,૦૦૦ કરોડ રૂપિયાની વસૂલાતના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરી હતી.
વ્યાજ એકંદર કર જવાબદારી પર લેવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્યના નાણાપ્રધાનોનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલની માર્ચમાં યોજાયેલી ૩૯મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જીએસટીની ચુકવણીમાં વિલંબ બદલ વ્યાજની ચોખ્ખી કર જવાબદારી પર ૧ જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવશે અને કાયદામાં પાછલી તારીખથી સુધારો કરવામાં આવશે.
જોકે 25 ઑગસ્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)એ 1 સપ્ટેમ્બર, 2020થી ચોખ્ખા ટૅક્સ જવાબદારી પર વ્યાજ લેવાનું ઠરાવ્યું હતું.
એએમઆરજી અને અસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે આ સૂચના જીએસટી કાઉન્સિલના નિર્ણયોથી જોડાયેલી છે જેમાં કરદાતાઓને ખાતરી આપવામાં આવી હતી કે ઉપરોક્ત લાભ 1 જુલાઈ, 2017ની પાછળની તારીખથી ઉપલબ્ધ થશે.

national news goods and services tax