શા માટે કેન્દ્રએ INS વિરાટને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની યોજના નકારી ?

06 December, 2020 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે કેન્દ્રએ INS વિરાટને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની યોજના નકારી ?

ફાઈલ ફોટો

સંરક્ષણ મંત્રાલયે નૌકાદળનાં વિમાનવાહક જહાજ વિરાટને તૂટતું બચાવવા માટે રજૂ કરેલી યોજનાને ઔપચારિક રીતે નકારી દીધી છે. ગુજરાતમાં શિપબ્રેકર્સ તેને તોડીને ભંગાર (સ્ક્રેપ) માં પરિવર્તિત કરવાની તૈયારી કરી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું છે કે મેસર્સ એન્વિટેક મરીન કન્સલ્ટન્ટ પ્રા. લિ. હવે તેની માંગને લઈને આવતા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી શકે છે. વિરાટ એક સમયે ભારતીય નૌકાદળનું મુખ્ય યુધ્ધ જવાજ હતું.

એન્વિટેક મરીન કન્સલ્ટન્ટ પ્રા. લિ. આ યુદ્ધ જહાજને ખરીદવાની ઇચ્છા છે અને તે ગોવા સરકાર સાથે મળીને તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા ઇચ્છુક છે. કંપની હવે તેની માંગ અંગે આવતા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું.

મંત્રાલયે દાવો કર્યો છે કે અલંગ સ્થિત શિપબ્રેકર કંપની શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જેણે નૌસેનાની સેવા સમાપ્ત થયા પછી તેને ખરીદ્યું હતું, તે દરખાસ્તની તરફેણમાં નથી. શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝે હાઇકોર્ટ સમક્ષ હાજર થઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

જૂથે કહ્યું છે કે તે જહાજને તોડીને ભંગારમાં બદલવાની યોજના સિવાયની અન્ય કોઈ પણ દરખાસ્તમાં જોડાવા તૈયાર નથી અને વુડંબના તે છે કે સપ્ટેમ્બરમાં શ્રી રામ ગ્રુપના ચેરમેમ અને એમ.ડી. મુકેશ પટેલે તેમના નિવેદનમાં કહ્યું હતું કે તે સૌથી મોટા બોલી લગાવનારને યુદ્ધ જહાજ વેચવા માંગે છે.

indian navy national news