ભારતના કાફલામાં સામેલ થઈ સૌથી મોટી સ્વદેશી વૉરશિપ INS કોચી

01 October, 2015 05:20 AM IST  | 

ભારતના કાફલામાં સામેલ થઈ સૌથી મોટી સ્વદેશી વૉરશિપ INS કોચી


ચાર શક્તિશાળી ગૅસ ટર્બાઇનથી સંચાલિત આ વૉરશિપ કલાકના ૫૫.૫૬ કિલોમીટરના વેગે પાણીમાં તરી શકે છે. એના પર કોઈ પણ તબક્કે ૪૦ ઑફિસરો તથા ૩૫૦ સેલર તહેનાત રહેશે. રડાર, સોનાર, મિસાઇલ લૉન્ચર ઉપરાંત આ વૉરશિપ પરથી લાંબા અંતરનાં સર્ફેસ ટુ સર્ફેસ બ્રહ્મોસ મિસાઇલ પણ લૉન્ચ કરી શકાશે. એ પાણીની અંદર તરતી દુશ્મનોની સબમરીનનો ખાતમો બોલાવી દે એવી ટૉર્પીડો પણ લૉન્ચ કરી શકે છે. આ વૉરશિપ પર બે સી કિંગ અથવા ચેતક હેલિકૉપ્ટર પણ ખડેપગે હાજર રહેશે.