નરાધમ પતિ પત્નીના ગુપ્તાંગમાં તાળુ લગાવતો હતો

18 July, 2012 08:29 AM IST  | 

નરાધમ પતિ પત્નીના ગુપ્તાંગમાં તાળુ લગાવતો હતો

ઈન્દોર : તા. 18 જુલાઈ

પોતાના પતિ દ્વારા થતી રોજની સતામણીથી કંટાળીને જીવન ટુંકાવવા માટે ઝેર ઘોળતા મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ મહિલાની સારવાર કરી રહેલા તબીબોના પણ ઘડીવાર માટે તો હોશ ઉડી ગયા હતાં. તબીબોએ તરત જ આ વાતની જાણ પોલીસને કરી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્ય પ્રદેશના ઈંન્દોર શહેરના સંયોગિતાગંજ વિસ્તારમાં રહેતો આ નરાધમ વ્યવસાયે મિકેનિક છે. સમાજના નામે કંલકરૂપ એવા અને પત્નીના ચારિત્ર્ય પર શંકા ધરાવતા આ વ્યક્તિના દિલમાં ક્યારેય ન તો પોતાની જીવનસંગીની પર દયા આવી હતી કે ન તો પોતાના બાળકો પર. માનસિક રીતે વિકૃત એવા આ વ્યક્તિએ મર્યાદાની તમામ હદો પાર કરતા પોતાની જ પત્નીના ગુપ્તાંગમાં તાળુ લગાવી દીધું હતું.

પોલીસે હાથ ધરેલી પુછપરછમાં તેને સ્વિકાર્યું હતું કે ચાર વર્ષ અગાઉ તેણે એક ડ્રિલ મશીન દ્વારા પત્નીના ગુપ્તાંગમાં છેદ કર્યા હતાં. ત્યાર બાદ તેમાં તેણે તાળુ લગાવી દીધું હતું. પાંચ બાળકોનો પિતા એવો આ વ્યક્તિ રોજ સવારે કામે જતી વખતે પત્નીના ગુપ્તાંગમાં તાળુ લગાવીને ચાવી પોતાની સાથે લઈ જતો હતો.