ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પંજાબમાંથી ચૂંટણી લડશે

12 April, 2024 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બિયંત સિંહના પુત્રએ પંજાબના ફરીદકોટમાંથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

ઇન્દિરા ગાંધી

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બિયંત સિંહના પુત્રએ પંજાબના ફરીદકોટમાંથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઇન્દિરા ગાંધીની હત્યા બિયંત સિંહ અને સતવંત સિંહ નામના તેમના બે અંગરક્ષકોએ કરી હતી. બિયંત સિંહના ૪૫ વર્ષના પુત્ર સરબજિત સિંહને તેના મિત્રોએ ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યો છે એટલે તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. તેણે અગાઉ ૨૦૦૪માં ભટિંડા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પણ તેનો પરાજય થયો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ તેનો પરાજય થયો હતો. ૧૯૮૪ની ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

indira gandhi punjab india national news