દેશના પ્રથમ મહિલા વડાપ્રધાને પોતાના મોત પહેલા શું વિચાર્યુ હશે?

31 October, 2020 04:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાને પોતાના મોત પહેલા શું વિચાર્યુ હશે?

ઈન્દિરા ગાંધી (ફાઈલ તસવીર)

દેશની પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી (Indira Gandhi)ની હત્યા 31 ઓક્ટોબર 1984ના દિવસે થઇ હતી. 30 ઓક્ટોબરના દિવસે જ ઇન્દિરા ગાંધીએ એક ચૂંટણી ભાષણ આપ્યું હતું. જો કે, ભાષણ પહેલાથી લખવામાં આવ્યું હતું. પરંતુ ઇન્દિરા ગાંધીએ ભાષણ સિવાય પણ ઘણું બોલ્યા અને એમની બોલી આજે પણ યાદ કરવામાં આવે છે.

ઇન્દિરા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું, 'હું આજે અહીંયા છું કાલ કદાચ ના રહું. મને ચિતા નથી. હું રહું કે ના રહું. મારું લાંબુ જીવન રહ્યું છે અને મને એ વાતનો ગર્વ છે કે મે મારું આખું જીવન મારા લોકોની સેવામાં પસાર કર્યું છે.' હું મારા છેલ્લા શ્વાસ સુધી આવું કરતી રહીશ. જ્યારે હું મરીશ તો મારા લોહીનું એક એક ટીપું ભારતને મજબૂત કરવામાં લાગશે.'આ ભાષણ એને ભુવનેશ્વરમાં આપ્યું હતું. આ ઓડિશાની રાજધાની છે.

સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક 'રાજીવ'માં જણાવ્યું છે કે, 30 ઓક્ટોબર 1984ની રાત ઇન્દિરા ગાંઘીને ઊંઘ આવી નહતી. સોનિયા ગાંધી પોતાની દવા લેવા રાતે ઊઠ્યા તો ઇન્દિરા ગાંધી જાગી રહ્યા હતા અને એમણે સોનિયાની દવા શોધવામાં મદદ કરી અને કહ્યું કે જો રાતે કઈ પ્રોબ્લેમ થાય તો અવાજ આપજે.

બાળપણથી જ ઇન્દિરા ગાંધીને ઊંઘ ઓછી આવતી હતી. 31 ઓક્ટોબરે સવારે સાત વાગ્યે ઇન્દિરા ગાંધી તૈયાર થઇ ગયા અને બ્રેકફાસ્ટ કર્યો. નાશ્તો કર્યા બાદ ઇન્દિરાને મેકઅપ કરનાર લોકો આવી ગયા. એ વચ્ચે એમના ફેમિલી ડૉક્ટર કેપી માથુર આવી ગયા. એ રોજ આ સમયે ઇન્દિરાને જોવા આવતા હતા.

ઇન્દિરા ગાંધી સિપાહી નારાયણ સિંહ સાથે બહાર તડકો લેવા આવ્યા. સાથે જ આરકે ધવન પણ હતા. 9 વાગીને 10 મીનિટ પર ત્યાં તૈનાત બેઅંત સિંગે રિવૉલ્વર નિકાળી અને ઇન્દિરા પર ફાયર કર્યું. ગોળી એમના પેટમાં વાગી. થોડે દૂર બેઅંત સિંહનો બીજો સાથી સતવંત સિંહ ઊભો હતો. એ દંગ રહી ગયો. ત્યારે બેઅંત સિંહે વધારે બે ગોળી ચલાવી. એક ગોળી છાતી પર અને બીજી કમરમાં ઘૂસી ગઇ. બેઅંત સિંહ પોતાના સાથીઓ પર ગુસ્સે થયો અને કહ્યું ગોળી ચલાવો. સતવંત સિંહે પોતાની ઑટોમેટિક કરબાઇનથી 25 ગોળીઓ ચલાવી, ઇન્દિરાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. લગભગ 50 સેકન્ડ બાદ સતવંત અને બેઅંતે હથિયાર ફેંક્યા. એમને કહ્યું કે અમે અમારું કામ કરી દીધું છે, હવે તમે તમારું કામ કરો. ત્યારે જ આઇટીબીપીના જવાનોએ બન્નેને કસ્ટડીમાં લીધા.

ઉલ્લેખનીય છે કે, ગુપ્ત એજન્સીઓએ ઇન્દિરા ગાંધીને પહેલા જ કહ્યું હતું કે એમની પર આવી રીતનો હુમલો થઈ શકે છે. એમને એમના પર્સનલ લોકોથી જ ખતરો છે. પરંતુ તેમ છતાં...કદાચ એમનો આ નિર્ણય લેવો જ એમને 'આયરન લેડી' નો પુરસ્કાર આપે છે.

national news indira gandhi