શ્રીનગર ઍરપોર્ટમાં ઇન્ડિગોનું પ્લેન બરફ સાથે ટકરાયું

14 January, 2021 03:04 PM IST  |  Mumbai | Agencies

શ્રીનગર ઍરપોર્ટમાં ઇન્ડિગોનું પ્લેન બરફ સાથે ટકરાયું

શ્રીનગર ઍરપોર્ટમાં ઇન્ડિગોનું પ્લેન બરફ સાથે ટકરાયું

સતત બરફવર્ષાને કારણે શ્રીનગર વિમાનમથકે મોટી દુર્ઘટના થવાની શક્યતા ઊભી થઈ હતી. શ્રીનગર વિમાનમથકે બરફની ટેકરી બની ગઈ હતી અને એની સાથે ઇન્ડિગો ઍરલાઇન્સનું પ્લેન ટકરાયું હતું. પરંતુ એ દુર્ઘટનામાં ૨૩૩ મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા હતા. વિમાનોના રનવે પરથી હટાવવામાં આવેલા બરફના જથ્થા પર વધુ બરફ જમા થતાં ટેકરી બની ગઈ હતી.
હાલમાં બરફવર્ષાને કારણે કાશ્મીરમાં ધોરી માર્ગો સહિતના તમામ રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાયો છે. એ ઉપરાંત વિમાન વ્યવહાર પણ અનિયમિત થયો છે. 6E-2559 નંબરનું ઇન્ડિગો ઍરલાઇન્સનું પ્લેન ૨૩૩ જણ સાથે શ્રીનગરથી દિલ્હી તરફ રવાનગી માટે ટેક ઑફ્ફ કરવા દોડ્યું હતું. એ વખતે પ્લેનના એન્જિનનો જમણો ભાગ બરફની ટેકરીમાં ફસાઈ ગયો હતો. તમામ પ્રવાસીઓને નીચે ઉતારીને વિમાનને તપાસવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં પ્લેનને કંઈ નુકસાન થયું નહોતું અને પ્રવાસીઓ પણ સુખરૂપ હતા. તેથી થોડા વખત પછી ફ્લાઇટને દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

national news srinagar