વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ચઢવાથી રોકાયો, Indigo ને મળી આ સજા, જાણો

28 May, 2022 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ખાનગી એરલાઈન ઈન્ડિગો પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

 

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ખાનગી એરલાઈન ઈન્ડિગો પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપની પર તેના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢતા અટકાવવાનો આરોપ છે. આ ઘટના બાદ બાળકના માતા-પિતાએ પણ ફ્લાઈટમાં ન ચઢવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના 7 મેના રોજ બની હતી. રાંચી એરપોર્ટ પર રાંચી-હૈદરાબાદ ફ્લાઇટમાં સવાર થવાથી રોકવામાં આવ્યા પછી, ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યું હતું કે બાળક ગભરાયેલું હતું.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, હવાઈ મુસાફરી માટે દેશના ટોચના નિયમનકારે જણાવ્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિગો ગ્રાઉન્ડ સ્ટાફ વિકલાંગ બાળકને સંભાળી શક્યો ન હતો અને બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવીને પરિસ્થિતિને વધુ સંવેદનશીલ અને મુશ્કેલ બનાવી દીધી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ સ્ટાફના દયાળુ વર્તનથી, માત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી ન હોત, પરંતુ બાળકને શાંત કરીને, તેને બોર્ડિંગનો ઇનકાર કરવામાં આવ્યો ન હોત અને આવી ભયંકર પરિસ્થિતિઓ ઊભી થઈ ન હોત. 

વિશેષ સંજોગોમાં અસાધારણ પ્રતિસાદની જરૂર પડે છે પરંતુ એરલાઇન કર્મચારી આ પ્રસંગે તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો જે નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (નિયમો) ની ભાવનાનું પાલન કરવામાં ભૂલ છે. આ સાથે જ સક્ષમ અધિકારીએ એરલાઇન પર ₹5 લાખનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે 8 મેના રોજ મીડિયામાં આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ પોતે જ તેની નોંધ લીધી હતી અને પોતે જ આ મામલાની તપાસ કરવાનું કહ્યું હતું. બાદમાં તેમણે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓ પ્રથમદર્શી રીતે નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયા બાદ એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.    

national news indigo