ઇંડિગોએ ફ્લાઇટમાં દિવ્યાંગને ચડતાં અટકાવ્યા, લોકો ભડક્યા, કાર્યવાહી થશે- મંત્રી

09 May, 2022 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એક્શનમાં જોવા મળ્યા. તેમણે ફરિયાદી ટ્વીટની નોંધ લીધી અને કહ્યું કે તે પોતે આ કેસની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

ઇન્ડિગો

રાંચી એરપૉર્ટ પર એક દિવ્યાંગ કિશોર સાથે ભેદભાવની ઘટના સામે આવી છે. જેના પછી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એક્શનમાં જોવા મળ્યા. તેમણે ફરિયાદી ટ્વીટની નોંધ લીધી અને કહ્યું કે તે પોતે આ કેસની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 

તો, આ ઘટના ફેસબુક અને ટ્વિટર પર પણ અનેક યૂઝર્સે શૅર કરી છે. આરોપ છે કે કિશોરને ઇંડિગો સ્ટાફે ફ્લાઈટમાં ચડવા ન દીધું. બાળકને અન્ય પ્રવાસીઓ માટે કહેવાતી રીતે જોખમ જણાવવામાં આવ્યો. ફ્લાઈટ રાંચીથી હૈદરાબાદ જઈ રહી હતી. ટ્વીટ પ્રમાણે આ ઘટના ઍરપૉર્ટ પર લગભગ 45 મિનિટ સુધી ચાલી.

હકિકતે, અભિનંદન મિશ્રા નામના ટ્વિટર યૂઝરે 8મેના ટ્વીટ કર્યું, પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, "કાલે ઇંડિગો સ્ટાફે રાંચી ઍરપૉર્ટ પર એવું કર્યું, ઇંડિગો તમારે શરમ આવવી જોઈએ." આ ટ્વીટમાં તેણે જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગર વિમાનન મહાનિદેશાલય અને પીએમઓને ટૅગ કર્યા. પોતાના ટ્વીટમાં અભિનંદન મિશ્રાએ એ પણ લખ્યું હતું કે આ મામલે આકરી કાર્યવાહીની જરૂર છે.

ઇંડિગોએ આપી સ્પષ્ટતા
ટ્વીટમાં યૂઝરે વિસ્તારથી જણાવ્યું છે. તો આ મામલે ઇંડિગોએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

ઇંડિગોના Chief Executive Office, Ronojoy Duttaનો પણ આ મામલે નિવેદન આવ્યું છે. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે માન્યું કે આવું બન્યું છે. પણ તેમનું કહેવું છે કે આ બધું નિયમ હેઠળ થયું. શરૂઆતમાં બાળક અને તેમના પરિવારને ઇંડિગો, ફ્લાઈટમાં લઈ જવા માગતી હતી, પણ પછી બાળકના વર્તનથી એવું લાગ્યું કે તેને તે ફ્લાઈટમાં બૉર્ડિંગની પરવાનગી આપવી યોગ્ય નહીં હોય. આથી આવો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો.

તો ઇંડિગોએ ઘટના ચર્ચામાં આવ્યા બાદ કિશોરને ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવાનો નિર્ણય લીધો છે.

ઇંડિગો પર મૂકાયો શો આરોપ?
ફરિયાદ પ્રમાણે, જે દિવ્યાંગ કિશોરને રાંચી ઍરપૉર્ટ પર ઇંડિગોના કર્મચારીઓના કહેવાતા અભદ્ર વ્યવહરાનો સામનો કરવો પડ્યો. તે પોતાના માતા-પિતા સાથે કારથી ઍરપૉર્ટ આવ્યો હતો. કારમાંથી ઉતર્યા પછી તેણે માતા-પિતા સાથે સિક્યોરિટી તપાસ કરાવી. ટ્વીટ પ્રમાણે, તે ભૂખ્યો-તરસ્યો લાગતો હતો, અને મુંઝાયેલો તથા ગભરાયેલો પણ હતો.

આ બધું જોઈ ઇંડિગોના ત્રણ કર્મચારી આવ્યા અને તેમણે કહ્યું કે જો તે (કિશોર) નૉર્મલ નહીં થાય, તો તેને ફ્લાઇટમાં ચડવામાં નહીં દેવામાં આવે. ત્યાર પછી માએ કિશોરને જ્યૂસ પીવડાવ્યો, દવા આપી, તેના પછી તે નૉર્મલ થયો. જ્યાં સુધી ફ્લાઈટનો સમય થાય, ત્યાં સુધી કિશોરે જમી પણ લીધું.

પણ ફરી ઇંડિગોના સ્ટાફે કહ્યું કે બાળકને ફ્લાઈટમાં ચડવાની પરવાનગી નહીં આપી શકીએ કારણકે આ બીજા પ્રવાસીઓ માટે જોખમ રહેશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બીજા પ્રવાસીઓ પણ એકઠા થયા અને તેમણે કહ્યું કે તેમને કિશોર સામે કોઈ વાંધો નથી. આરોપ છે કે ઇંડિગોનો મેનેજર સતત એ જ ચિલ્લાવી રહ્યો હતો કે આ બાળક નિયંત્રણ બહાર છે અને તે પેનિકની સ્થિતિમાં છે.

ટ્વીટ કરનારા અભિનંદન પ્રમાણે, આ કિશોર ખૂબ જ આરામથી પોતાની વ્હીલચેર પર બેઠો હતો. આ દરમિયાન બીજા પ્રવાસીઓએ પણ સતત ઇંડિગોના સ્ટાફને કહ્યું કે બાળકને ટ્રાવેલ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પણ ઇંડિગોનું સ્ટાફ કંઈપણ સાંભળવા માટે તૈયાર જ નહોતો.

યૂઝર પ્રમાણે બાળક, તેના માતા-પિતા ત્યાં રહી ગયા. સિક્યોરિટી ગાર્ડે બૉર્ડિંગ ગેટ પણ બંધ કરી દીધો.

national news indigo