સ્વદેશી ડ્રોન રુસ્તમ-2ની ફ્લાઇટ ટેસ્ટ સફળ રહી

11 October, 2020 01:59 PM IST  |  New Delhi | Agencies

સ્વદેશી ડ્રોન રુસ્તમ-2ની ફ્લાઇટ ટેસ્ટ સફળ રહી

સ્વદેશી ડ્રોન રુસ્તમ-2ની ફ્લાઇટ ટેસ્ટ સફળ રહી

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડિફેન્સ ઑર્ગેનાઇઝેશને ઇઝરાયેલ પાસેથી મેળવવામાં આવેલા હેરોન ડ્રોનને મિસાઇલો અને લેસર ગાઇડેડ બૉમ્બથી સજ્જ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ સ્વદેશી ડ્રોન રુસ્તમની ફ્લાઇટ ટેસ્ટ પણ કર્ણાટકમાં કરાઈ છે. આ ડ્રોન ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ સતત ૮ કલાક સુધી ઉડાન ભરતું રહ્યું હતું. એ પછી પણ એમાં એક કલાક ઊડી શકે એટલું ઇંધણ બાકી રહ્યું હતું. ડીઆરડીઓના સંશોધકો એને ૨૬,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ઊડવા માટે સક્ષમ બનાવી રહ્યા છે. એનો ફ્લાઇટ ટાઇમ પણ વધીને ૧૮ કલાક થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે.
રુસ્તમ ડ્રોનની સાથે જરૂરિયાત પ્રમાણે રડાર, ઇલેક્ટ્રૉનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ પણ ફિટ કરી શકાય છે. એમાં એક સેટેલાઇટ કમ્યુનિકેશન લિન્ક પણ છે, જેના થકી એ રિયલ ટાઇમ જાણકારી પણ મોકલી શકે છે.

national news