ભારતનું લક્ષ્યવેધક ઍન્ટિ-શિપ મિસાઇલ

24 October, 2020 03:57 PM IST  |  Mumbai | Agencies

ભારતનું લક્ષ્યવેધક ઍન્ટિ-શિપ મિસાઇલ

ભારતનું લક્ષ્યવેધક ઍન્ટિ-શિપ મિસાઇલ

ભારતે શુક્રવારે એન્ટી શિપ મિસાઇલની સક્સેસફુલ ટેસ્ટિંગ કરી. નૌસેનાના કૉર્વેટ આઇએનએસ પ્રબળથી મિસાઇલ લૉન્ચ કરી. ભારતીય નૌસેનાએ તેનો વીડિયો પણ શૅર કર્યો છે જેમાં આઇએનએસ પ્રબળથી મિસાઇલને લોન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલથી સટિક નિશાનો તાકી એક જહાજને ડૂબાડવામાં આવ્યું છે. આ ટ્‌વીટ મુજબ આઇએનએસ પ્રબળે પ્રેક્ટિસ ડ્રીલ દરમ્યાન એન્ટી શિપ મિસાઇલ લૉન્ચ કરી છે. વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે મિસાઇલે પોતાના લક્ષ્યને સાંધતા સમુદ્રમાં ઊભેલા જહાજને ભસ્મ કરી તેને ડૂબાડ્યું.
નોંધનીય છે કે આ મિસાઇલને અરબ સાગરમાં કોઈ અજ્ઞાત સ્થળે લૉન્ચ કરવામાં આવી હતી. જેનો લક્ષ્ય હતો એક ખાલી અને જૂના જહાજને તોડી પાડવું. આ જૂનું જહાજ ડીકમિશન થઈ ચૂક્યું હતું. અને એન્ટી શિપ મિસાઇલે અધિકતમ દૂરી તટ કરીને સટીક હુમલો કરવામાં સફળતા મેળવી હતી. નોંધનીય છે કે હાલ પાકિસ્તાન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ છે જ, સાથે હાલ લદાખ ક્ષેત્રે ચીન સાથે તે રીતે ગતિરોધ અને તણાવની સ્થિતિ છે તે વચ્ચે ભારતને નૌસેના, વાયુસેના અને જલસેનાની તાકાત વધારી રહ્યું છે. જે અંતર્ગત આ મિસાઇલનું સક્સેસફુલ ટેસ્ટિંગ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.

national news