ભારતમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાથી પ્રથમ મૃત્યુ નોંધાયું

22 July, 2021 11:08 AM IST  |  New Delhi | Agency

તબીબી નિષ્ણાતો કહે છે કે પોણાબે વર્ષથી વિશ્ર્વને હચમચાવી દેનાર કોરોના વાઇરસ કરતાં બર્ડ ફ્લુ વધુ ઘાતક છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ભારતમાં દિલ્હીસ્થિત એઇમ્સમાં ૧૧ વર્ષના એક બાળકનું H5N1 વાઇરસથી મૃત્યુ નોંધાયું છે. આ વાઇરસથી ભારતમાં પહેલું જ મૃત્યુ થયું છે જેણે તમામ તબીબી નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. આ વાઇરસ એવિયન ઇન્ફ્લુએન્ઝા કે બર્ડ ફ્લુ તરીકે પણ ઓળખાય છે.  
તબીબી નિષ્ણાતોનું માનવું છે કે H5N1 વાઇરસથી થયેલું મૃત્યુ ભયસૂચક છે અને તેના ઉદ્ગમની તેમ જ તેના પ્રકારની સંપૂર્ણ તપાસ કરવાની અને તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે. 
એઇમ્સના વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે એઇમ્સમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાનો કોઈ અન્ય પેશન્ટ નથી. જોકે બર્ડ ફ્લુના વધુ કેસ હોવાની શક્યતાને નકારી શકાય નહીં એમ જણાવતા તેઓએ કહ્યું હતું કે મૃત્યુદર ઘણો ઓછો છે, તેમ છતાં આ વાઇરસના વિવિધ પ્રકાર હોઈ શકે છે, જેની માનવશરીર પર વિવિધ અસર થઈ શકે છે. 
તબીબી નિષ્ણાતો કહે છે કે પોણાબે વર્ષથી વિશ્ર્વને હચમચાવી દેનાર કોરોના વાઇરસ કરતાં બર્ડ ફ્લુ વધુ ઘાતક છે.

national news