Covid-19 Vaccine: દેશની મળી પહેલી કોરોના વૅક્સીન, આ છે શરતો...

01 January, 2021 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Covid-19 Vaccine: દેશની મળી પહેલી કોરોના વૅક્સીન, આ છે શરતો...

તસવીર સૌજન્ય (મિડ-ડે)

કોરોના મહામારી વચ્ચે ભારતીયોને નવા વર્ષે સારા સમાચાર મળ્યા છે. સમાતાર એજન્સીના રાયટર પ્રમાણે કોરોના વેક્સીનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં ઑક્સફૉર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સીન કોવિશીલ્ડને ઇમરજન્સી અપ્રૂવલ આપવા પર વિચાર કરવામાં આવ્યો છે. જેના પછી સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવવમાં આવતી કોવિશીલ્ડ વેક્સીનના આપાતકાલીન ઉપયોગને પરવાનગી આપવામાં આવી છે. જો કે, સરકારના શીર્ષ સૂત્રો પ્રમાણે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ પેનલ પાસેથી પરવાનગી મળી ગઈ છે. પણ હજી આના પર અંતિમ નિર્ણય DCGI દ્વારા લેવામાં આવવાનો છે. આ નિર્ણય સાથે જ ભારતમાં વેક્સીનની શરૂઆત થઈ જશે.

કિંમતમાં છે સૌથી સસ્તી
સસ્તી હોવાને લીધે ઓક્સફોર્ડ વેક્સીન સરકારની સૌથી મોટી આશા છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલુ બજાર પર ફોકસ આપશે. ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરવામાં આવશે.

એસ્ટ્રેજેનેકાની 5 કરોડથી વધારે ડૉઝ આના સ્થાનિક નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ તૈયાર કર્યું છે. માહિતી મળી છે કે શનિવારના સવારે જ કોલ્ડ સ્ટોરેજથી વેક્સીનના શૉટ્સની સપ્લાય ભારતના વિભિન્ન રાજ્યોમાં કરવામાં આવશે.

30 રોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે સરકાર
ભારત સરકાર જુલાઈ સુધીમાં 30 કરોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે. આ માટે સૌથી વધારે ડોઝ સીરમ ઈન્સ્ટીટ્યૂટ પાસેથી જ મળવાની આશા છે. વેક્સિન એડમિનિસ્ટ્રેશનથી લઈને નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રાથમિક્તા દેશી વેક્સિનને મંજૂરી આપવાની છે. સરકાર આગામી પાંચ છ મહિનામાં કોવિશિલ્ડના લગભગ 40 કરોડ ડોઝ મળવાની આશા સેવી રહી છે.

national news coronavirus covid19