ઇસરોએ પ્રથમ વાર પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

13 February, 2021 03:37 PM IST  |  New Delhi | Gujarati Mid day Correspondent

ઇસરોએ પ્રથમ વાર પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો સ્પેસકિડ્સ ઇન્ડિયા અને પિકસેલનું ઇસરોના યુઆર રાવ સૅટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરો માટે આ પ્રથમ વખત હતું જ્યારે એણે કોઈ પ્રાઇવેટ સૅટેલાઇટનું ટેસ્ટિંગ કર્યું છે. પહેલાં ઇસરો પ્રિવેટ કંપનીઓને માત્ર રૉકેટ અને ઉપગ્રહોના વિભિન્ન સ્પેર-પાર્ટ્સના નિર્માણમાં જ મદદ કરતું હતું.

ગયા વર્ષે જૂન મહિનામાં ઇસરોના દરવાજા પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણય બાદ આ સંભવ બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધીકરણ કેન્દ્રની સ્થાપના માત્ર પ્રાઇવેટ ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે જ નહીં, પણ ઇસરોની સુવિધા માટે પણ કરવામાં આવી છે.  આ ઘોષણાના બરાબર આઠ મહિના બાદ ઇસરો આ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં નક્કી થેયલા મિશન અંતર્ગત લૉન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

national news indian space research organisatio