ગૂગલ-સર્ચમાં સની લીઓનીએ પાછળ રાખી દીધા નરેન્દ્ર મોદીને

17 December, 2014 03:29 AM IST  | 

ગૂગલ-સર્ચમાં સની લીઓનીએ પાછળ રાખી દીધા નરેન્દ્ર મોદીને




ગૂગલે પોતાનું મોસ્ટ સર્ચ્ડ લિસ્ટ જાહેર કર્યું એમાં અવ્વલ સની લીઓની છે. બીજા નંબરે નરેન્દ્ર મોદી, ત્યાર બાદ ત્રીજા નંબરે ઍક્ટર સલમાન ખાન, ચોથા અને પાંચમા નંબરે ઍક્ટ્રેસ કૅટરિના કૈફ અને દીપિકા પાદુકોણ છે. આ રીતે બૉલીવુડના ઍક્ટરોમાં પહેલો સલમાન અને ત્યાર બાદ શાહરુખ ખાન, અક્ષયકુમાર, રણબીર કપૂર અને શાહિદ કપૂરનાં નામ છે. એ રીતે જ કૅટરિના અને દીપિકા બાદ ઍક્ટ્રેસિસમાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને ઐશ્વર્યા રાય છે.