સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ, ભારતના ગોળીબારમાં 15 પાકિસ્તાનીનાં મોત

08 October, 2014 07:07 AM IST  | 

સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ, ભારતના ગોળીબારમાં 15 પાકિસ્તાનીનાં મોત




નવી દિલ્હી : તા, 08 ઓક્ટોબર

જોકે પાકિસ્તાન વધુ આક્રમતા દાખવતા મંગળવારે રાત્રે ભારતની 60 ચોકીઓને નિશાન બનાવી હતી. હુમલાનો વ્યાપ વધારી પાકિસ્તાની રેંજર્સે બોર્ડર આઉટપોસ્ટ (બીપીઓ) સહિત સાંબા અને કઠુઆ સહિતના ગામ પર ગોળીબાર કર્યો હતો. જ્યારે 192 કિલોમીટર લાંબી સરહદ પર પાકિસ્તાન દ્વારા રાતભર થોડા થોડા અંતરના વિશ્રામે ગોળીબાર થતો રહ્યો હતો.

મામલાની ગંભીરતા પારખીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને ભારત અને પાકિસ્તાનને વિવાદીત મુદ્દાઓ કૂટનૈતિક અને વાતચીત મારફતે ઉકેલવાની સલાહ આપી હતી. પત્રકારો દ્વારા શું બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોઈ ભૂમિકા અદા કરશે? એવા પ્રશ્નના જવાબમાં બાનના પ્રવક્તા સ્ટીફન હુડારિકે આમ જણાવ્યું હતું.

પાકિસ્તાને ગત 1લી ઓક્ટોબરની અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. તે ભારતની લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સરહદી નિયમોનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું છે. સરહદ પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. નિષ્ણાંતોના મતે 1971 બાદ પાકિસ્તાન તરફથી અત્યાર સુધીનું આ સૌથી હેવી ફાઈરીંગ છે. ગત સોમવારે પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં 5 લોકોના મોત નિપજ્યાં હતાં અને 34 લોકો ઘાયલ થયા હતાં. જ્યારે ગઈ કાલે મંગળવારથી જારી પાક રેન્જર્સના ગોળીબારમાં આજે વહેલી સવારના તાજા હુમલામાં એક મહિલાના મોત સહિત ભારતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે બીએસએફના જવાનો અને સરહદી ગામોના કુલ 70 લોકો ઘાયલ થયા હતાં. પાકિસ્તાની રેંન્જર્સ દ્વારા મોર્ટાર હુમલામાં અનેક મકાનોને નુકશાન પહોંચ્યું હતું. 16000 લોકો પોતાના ગામ છોડી સુરક્ષિત સ્થળો પર હિજરત કરી હતી.

પાકિસ્તાની ગોળીબારીનો ભારતે પણ તેની જ ભાષામાં જોડદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલો પ્રમાણે ભારત તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં 15 જેટલા પાકિસ્તાનીઓ માર્યા ગયાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

સરહદ પર થયેલા ગોળીબારને લઈને કેન્દ્ર સરકાર પર ચારેકોરથી ભીંસ વધી રહી છે. દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ કેન્દ્રની સરકારને પાકિસ્તાન વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. હાલમાં જ ભાજપથી અગલ થયેલા શિવસેનાએ તો કેન્દ્રની ઢીલી નીતિની ટીકા કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર પર રાજનીતિ તો પછી પણ થઈ શકશે, અત્યારે સરહદ પર ધ્યાન આપવાની વધુ જરૂર છે.