રોગચાળો શમ્યા પછીય ટ્રેનના એસી કોચમાં ધાબળા અને ચાદર નહીં મળે

07 September, 2020 09:32 AM IST  |  New Delhi | Agencies

રોગચાળો શમ્યા પછીય ટ્રેનના એસી કોચમાં ધાબળા અને ચાદર નહીં મળે

ભારતીય રેલવે

રોગચાળાનું જોર અને વ્યાપ ઘટી ગયા પછી પણ લાંબા અંતરની ટ્રેનોના ઍરકન્ડિશન્ડ કોચમાં પ્રવાસ કરતા લોકોએ પોતાના ધાબળા અને બેડશીટ્સ વાપરવા પડશે. રેલવે બોર્ડના ચૅરમૅન વિનોદ કુમાર યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે ‘રોગચાળો શાંત થઈ ગયા પછી પણ ઍરકન્ડિશન્ડ કોચના પ્રવાસીઓને સિંગલ યુઝ બેડ આપવાનો નિર્ણય રેલવે તંત્રે લીધો છે. પ્રવાસીઓ પોતાના ધાબળા અને બેડશીટ્સ વાપરી શકશે. એ માટે વિગતવાર નીતિ ઘડવામાં આવી છે અને નિર્ણય પણ લેવામાં આવ્યો છે.’

૫૦૦ ટ્રેનો બંધ કરવાની વાયકાઓ બાબતે સ્પષ્ટતા કરતાં વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે ‘કોઈ પણ ટ્રેન-રૂટ કે રેલવે સ્ટેશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ના સહયોગમાં ઝીરો બેઝ્ડ ટાઇમ ટેબલ બનાવીએ છીએ. એમાં કેટલીક ટ્રેનોનાં નામો બદલાશે અથવા રિશેડ્યુલ કરવામાં આવશે.’

national news indian railways western railway piyush goyal