ટ્રેન રિઝર્વેશન બાબતે ફરી બદલાયા નિયમો,આ સમયે જાહેર થશે ચાર્ટ

07 October, 2020 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ટ્રેન રિઝર્વેશન બાબતે ફરી બદલાયા નિયમો,આ સમયે જાહેર થશે ચાર્ટ

ભારતીય રેલ

જો તહેવારોમાં રેલવેનો પ્રવાસ કરવાના છો તો રિઝર્વેશન ચાર્ટ (Rules for Reservation Chart)ના નિયમો જાણી લો. હવે રેલવેનું બીજા રિઝર્વેશન ચાર્ટ જેને સેકેન્ડ રિઝર્વેશન લિસ્ટ (Second Reservation List) પણ કહેવામાં આવે છે. તે ટ્રેન નીકળવાની 30 મિનિટ પહેલા જાહેર થશે.

10 ઑક્ટોબરથી લાગૂ પાડવામાં આવશે નવા નિયમ
11 મે 2020ના કોરોના સંકટ મહામારી જોતા રેલવેએ સેકેન્ડ ચાર્ટના સમયમાં ફેરફાર કર્યા હતા. ચાર્ટ ટ્રેન નીકળવાના બે કલાક પહેલા તૈયાર કરવામાં આવતા હતા. પણ હવે અનલૉૉક 5.0ની નવી ગાઇડલાઇન્સમાં મળેલી છૂટ પછી ચાર્ટ ફરીથી 30 મિનિટ પહેલા જ જાહેર કરી દેવામાં આવશે. રેલવેના નિયમ 10 ઑક્ટોબરથી લાગૂ પાડવામાં આવશે. CRIS આ ફેરફાર માટે પોતાના સૉફ્ટવેરમાં જરૂરી અપડેટ કરશે.

ટિકિટ બુકિંગ/ કેન્સલેશન રહેશે ચાલુ
આ દરમિયાન સેકેન્ડ રિઝર્વેષન ચાર્ટ બનતા પહેલા ઑનલાઇન અને રેલવે કાઉન્ટર્સ પર ટિકિટની બુકિંગ ચાલુ રહેશે. એટલે કે પ્રવાસીઓને ટિકિટ બુકિંગ માટે વધારે સમય મળી જશે, અને બાકીની સીટ્સ પણ પ્રવાસીઓને વહેલા તે પહેલાના ધોરણે મળશે. જો કોઇને પોતાની ટિકિટ કેન્સલ કરાવવી હોય તે તે આ પહેલા કરાવી શકે છે. રિફંડના નિયમોને આધારે ટિકિટ કેન્સલેશન કરવામાં આવશે.

રિઝર્વેશન લિસ્ટ બાબતે નિયમ
ટ્રેન રિઝર્વેશનની પહેલી લિસ્ટ ટ્રેન નીકળવાના ચાર કલાક પહેલા જાહેર કરવામાં આવે છે, અને બીજી રિઝર્વેશન લિસ્ટ ટ્રેન નીકળવાની 30 મિનિટ પહેલા જાહેર થશે.

national news indian railways