ભારતીય રેલવેનો અનોખો રેકૉર્ડ, 100 ટકા ટ્રેનો પહોંચી સમયસર

02 July, 2020 02:23 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રેલવેનો અનોખો રેકૉર્ડ, 100 ટકા ટ્રેનો પહોંચી સમયસર

ભારતીય રેલવે

ભારતીય રેલવેએ ઇતિહાસમાં પહેલીવાર બધી ટ્રેનોના સમયસર ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ રેકૉર્ડ 1 જુલાઇના બન્યો છે. રેલવેએ જણાવ્યું કે 1 જુલાઇના બધી એટલે 201 ટ્રેનો સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી હતી. બધી ટ્રેનો સમયસર પહોંચે તેવો રેકૉર્ડ છેલ્લે 23 જૂન 2020ના બન્યો હતો જેમાં 99.54 ટકા ટ્રેનો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. જણાવવાનું કે ભારતીય રેલવેનું હંમેશાં મોડું થવું કોઇનાથીયે છુપાયેલું નથી. તેથી આને રેલવેની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. જો કે એક હકીકત એ પણ છે કે અત્યારે કોરોના મહામારીને કારણે દેશની બધી રેગ્યુલર ટ્રેનો બંધ છે.

ભારતીય રેલવેએ જણાવ્યું કે રેલવે ઇતિહાસમાં પહેલીવાર 100 ટકા ટ્રેનોએ સમયસર ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો છે. 23 જૂન 2020ના રોજ 99.54 ટકા ટ્રેનો સમયસર ચાલી હતી જો કે એક ટ્રોન મોડેથી ગંતવ્ય સ્થાને પહોંચી હતી.

રેલ મંત્રીએ પણ કર્યું ટ્વીટ
રેલ મંત્રી પીયૂષ ગોયેલે ટ્વીટ કરીને કહ્યું કે, "ટ્રેનો ફાસ્ટ લેનમાં ચાલી રહી છે અને પોતાની સેવાઓમાં સતત સુધારો કરી રહી છે. ભારતીય રેલવેએ 1 જુલાઇ 2020ના રોજ 100 ટકા ટ્રેનો સમયસર ગંતવ્ય પહોંચવાનો રેકૉર્ડ બનાવ્યો છે." ગયા અઠવાડિયે રેલવેએ કોરોના મહામારી જોતાં બધાં રેગ્યુલર મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સેવાઓ 12 ઑગસ્ટ સુધી રદ કરી દીધી હતી.

ભારતમાં ચાર-પાંચ કલાક મોડી થવી સામાન્ય બાબત
જાપાન જેવા દેશો ટ્રેન સમયસર દોડાવવા માટે જાણીતા છે તો ભારતમાં ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી થાય એ સામાન્ય બાબત માનવામાં આવે છે. કેટલીય વાર તો ટ્રેનો 24 કલાકથી પણ વધારે મોડી થઈ જાય છે. એવામાં આ રેલવેની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. રેલવેમાં સુધારની દિશામાં આને મોટું પગલું માનવામાં આવે છે. જો કે હકીકત એ પણ છે કે હાલ કોરોના મહામારીને કારણે દેશમાં બધી ટ્રેનો દોડાવવામાં આવતી નથી. જો કે, અમુક જ ટ્રેનો દોડાવવામાં આવે છે.

indian railways central railway piyush goyal